Wednesday, 11 November 2020

આજ રોજ આણંદ જિલ્લા ની એક દિવસીય કાર્યશાળા તથા જિલ્લા મિટિંગ નું આયોજન એન એસ પટેલ કોલેજ ખાતે કરવામાં આવ્યું

SHARE
આજ રોજ આણંદ જિલ્લા ની એક દિવસીય કાર્યશાળા તથા જિલ્લા મિટિંગ નું આયોજન એન એસ પટેલ કોલેજ ખાતે કરવામાં આવ્યું, જેમાં

બપોરે ૧:૩૦ થી ૬:૪૫  સુધીમાં ૪ સત્રનું આયોજન કરી, તમામ અગત્યના વિષય ઉપર વિસ્તૃત માર્ગદર્શન, પૂરું પાડવામાં આવ્યું હતું.

ઝોન સહ સંયોજક શ્રી જગતભાઈ પટેલ દ્વારા "રાષ્ટ્રનાં સર્વાંગી વિકાસ માં યુવાનો નો ફાળો" વિષય ઉપર યુવાનોની ફરજ બાબતે માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા વાલી શ્રી, આસવભાઈ પટેલ દ્વારા " કાર્યદક્ષતા, અનુશાસન, નિયમ પાલન, ફરજો"  ને લક્ષી માર્ગદર્શન આપ્યું હતું,

તથા જિલ્લા સહ વાલી શ્રી વિવેકભાઈ પટેલ દ્વારા "શોસિયલ મીડીયા તથા itsm ઇન્ચાર્જ ની જવાબદારીઓ" ઉપર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું,

જિલ્લા સંયોજક શ્રી દ્વારા આગામી ૧.૫ મહિના ની કામગીરી, રિપોર્ટિંગ, તથા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર નાં સંયોજક તરીકે ની મૂળભૂત ફરજો ઉપર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
SHARE

Author: verified_user

0 comments: