સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી – વાસદ દ્વારા ખ્યાતનામ ડો. હેમંત અંતાણીના સહયોગથી "An Awareness Program on Covid-19" પર વેબીનારનું આયોજન
હાલની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં, આણંદની અર્પણ હોસ્પિટલના જાણીતા કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડો. હેમંત અંતાણીના સહયોગથી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, વાસદ દ્વારા, "An Awareness Program on Covid-19" પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. હેમંત અંતાણી આણંદમાં પ્રેક્ટીસ કરતા કુશળ અને કર્મઠ સિનિયર ફિઝીશિયન છે કે જેઓ તબીબી ક્ષેત્રે વિશ્વભરમાં થતાં નવાં અનુસંધાનોથી સતત વાકેફ રહેતા હોય છે. કોરોનાકાળના પ્રારંભથી જ એમણે અનેક વિડીયો બનાવી સાચી સમજ આપવાનો ઉદ્યમ કર્યો છે.
આ વેબીનારમાં કોલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા અન્ય કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને ડો. હેમંત અંતાણી સાહેબના વિશિષ્ટ જ્ઞાનનો લાભ લીધો હતો. આ વેબીનારનો ઉદ્દેશ લોકોમાં કોરોના મહામારી વિશે જાગૃતતા ફેલાવવાનો હતો. જેમાં ડૉક્ટર સહેબે મહામારી વિશે ઉંડાણપૂર્વક ઉપયોગી માહિતી આપી હતી. આ વેબીનાર દરમ્યાન ડોક્ટર અંતાણીએ ઉપલબ્ધ ટેસ્ટિંગ પદ્ધતિઓ તથા તેની સચોટતા વિશે માહિતી આપી હતી. વધુમાં તેઓએ મહામારીથી બચવાના વિવિધ ઉપાયો સૂચવ્યા હતા. સાવચેતીના પગલારૂપે ડોક્ટરે, માસ્ક પહેરવું, સોશિયલ ડીસ્ટન્ટ જાળવવું તથા વારંવાર હાથ ધોવા, આ ત્રણ નિયમો નું ભારપૂર્વક પાલન કરવા જણાવ્યું હતું.
ડૉ.અંતાણી કોરોના પોઝીટીવ અથવા શંકાસ્પદ લક્ષણો ધરાવનારને દરરોજ બપોરે 3 થી 4 વાગ્યા વચ્ચે (રવિવાર સિવાય, સોમથી શનિ) ટેલિફોન પર સલાહ આપે છે. આ માટે 02692 250730 અથવા 267977 પર ફોન કરવાથી કયા ટેસ્ટ કરાવવા, કઈ દવાઓ લેવી, ઘરે રહેવું કે હૉસ્પિટલ જવું જરુરી છે, હોમ આઈસોલેટ કેવી રીતે થવું એની સલાહ આપે છે.
એસ. વી. આઈ. ટી. વાસદના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ, સેક્રેટરી શ્રી ભાવેશભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, આચાર્ય શ્રી એસ. ડી. ટોલીવાલ દ્વારા વેબીનારની સફળતા માટે ડો. પી. એચ. શાહ અને તમામ પ્રધ્યાપકોને શુભેચ્છાઓ તથા ડો. હેમંત અંતાણીનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.
Nice News
ReplyDelete