કોરોના સામેની જંગમાં સિલાઇ મશીનના હથિયારનો ઉપયોગ
કરી
૪ ગુજરાત એન.સી.સી.ની ત્રણ કેડેટ્સે
આણંદ-23-એપ્રિલ - એન.સી.સી.નું ધ્યેય મંત્ર છે એકતા અને અનુસાશન. દેશને જ્યારે
જરૂર પડે તેવી વિકટ પરિસ્થિતિમાં એન.સી.સી. કેડેટ્સને સરકારના મદદે લઇ શકાય તે
હેતુ સાથે એન.સી.સી.ની સ્થાપના કરવામાં આવી હતી.
લોકડાઉનના બીજા તબક્કામાં આણંદ જિલ્લા
કલેક્ટર દ્વારા જાહેર સ્થળોએ માસ્ક પહેંરવું ફરજિયાત કરવામાં આવ્યુ છે. ત્યારે
જિલ્લામાં માસ્કની તંગી ન સર્જાય તેમજ જરૂરિયાતમંદોને નિ:શુલ્ક માસ્ક મળી રહે તે
હેતુ થી આણંદની ૪ ગુજરાત ગર્લ્સ બટાલીયન એન.સી.સી.ના કમાન્ડીંગ ઓફિસર કર્નલ રાજેશ
યાદવના નેતૃત્વમાં ત્રણ ગર્લ્સ કેડેટ્સે માત્ર ત્રણ દિવસમાં ૧૦૦૦ માસ્કનો જથ્થો
તૈયાર કર્યો.
એન.સી.સી.ની ગર્લ્સ કેડેટ્સને તેમની
તાલીમમાં બંદૂક ચલાવતા પણ શીખવાડવામાં આવે છે પરંતુ ગો.જો. શારદા મંદિરની કેડેટ્સ
શ્રુતિ પરમાર, એન.એસ. પટેલ આર્ટસ કોલેજની કેડ્ટસ જાગૃતિ પરમાર તથા હોમ સાયન્સ કોલેજ
વિધાનગરની કેડેટ હિતાશાએ ભેગા મળીને આ વિકટ પરિસ્થિતમાં કોરાના સામેની જંગમાં
બંદૂક નહીં પરંતુ સિલાઇ મશીનરૂપી હથિયારના ઉપયોગથી દેશસેવાના જુસ્સાને આગળ ધપાવી
જરૂરિયાતમંદોને ઉપયોગી થવાના આશયથી ૧૦૦૦ માસ્ક બનાવીને આ જંગમાં પોતાનું અનેરૂ
યોગદાન આપ્યુ છે.
આ માસ્કનો જથ્થો તૈયાર કરીને કમાન્ડીંગ
ઓફિસરના માર્ગદર્શન પ્રમાણે એન.સી.સી. સ્ટાફ દ્વારા જિલ્લાના જરૂરિયાતમંદો તેમજ
જિલ્લામાં કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપી રહેલા કર્મયોગીને સરળતાથી
માસ્ક મળી રહે તેમજ તેઓ કોરોનાના સંક્રમણથી બચી શકે અને સલામતી સાથે પોતાની ફરજ
નિષ્ઠા બજાવી શકે તે હેતુથી જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલને ૧૦૦૦ માસ્કનો જથ્થો
આપવામાં આવ્યો હતો.




0 comments: