કોરોના વાઇરસ મહામારીમાં સમગ્ર ગુજરાતમાં ચારૂસેટ એન.એસ.એસ. ના 50 જેટલા સ્વયંસેવકો ખડેપગે
આણંદ : લોકડાઉનમાં કોરોના વાઇરસ સામે લડત આપવા ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટીએ પણ સમાજસેવા શરૂ કરી છે. ચારુસેટના એન. એસ.
એસ. યુનિટના કુલ 50 જેટલા સ્વયંસેવકો ગુજરાતના વિવિધ શહેરોમાં 35થી 40 સ્થળો ઉપર
સમાજસેવા કરી કોરોનાયોદ્ધાઓ તરીકે ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.
ચારુસેટ એનએસએસ યુનિટના કુલ 50થી વધારે પ્રોગ્રામ ઓફિસરો-ફેકલ્ટી-સ્વયંસેવકો –વિદ્યાર્થીઓ
આણંદ, નડિયાદ, મહેસાણા, મહેમદાવાદ, આંકલાવ, ખંભાત, સુરત, રાજકોટ, કચ્છ, ચકલાસી વગેરે શહેરો-ગામોમાં કાર્યરત છે. આણંદમાં ચારુસેટના એન. એસ. એસ. યુનિટના કુલ 15
ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ હાલમાં સેવા આપે
છે.
ચારુસેટ એન એસ એસ યુનિટના કો-ઓર્ડિનેટર ડો. રોબર્ટ પરમારના જણાવ્યા મુજબ દરરોજ
સવારથી સાંજ સુધી સ્વયંસેવકો પોલીસ વિભાગ-વહીવટી વિભાગ- અન્ન અને પુરવઠા
વિભાગ-સ્વાસ્થ્ય વિભાગ-પરિવહન વિભાગના સંપર્કમાં રહીને જ્યાં જરૂર પડે ત્યાં સેવા
આપે છે. સ્વયંસેવકો મુખ્યત્વે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું, સોશિયલ
ડિસ્ટન્સિંગ જાળવવા માટે અનાજ-કરિયાણાની દુકાનો, શાક માર્કેટ, અન્ય સ્થળો જ્યાં
લોકડાઉનની છૂટ મળી છે તે દરમિયાન શહેરીજનો મોટી સંખ્યામાં ઘરની બહાર વિવિધ હેતુસર
નીકળે છે . આ સમય દરમિયાન સામાજિક અંતર જળવાય તથા વાઇરસનું સંક્રમણ ન વધે તે માટે લોકોમાં જાગૃતિ લાવે છે. સ્વયંસેવકો
સવારથી સાંજ સુધી અનાજ કરિયાણાના વિતરણ ના સ્થળોએ સામાજિક અંતર જાળવવાનું કામ કરી
રહ્યા છે.
આ ઉપરાંત માસ્ક પહેરવા, સ્વચ્છતા જાળવવા, સંભવિત ખતરા વિશે માહિતગાર કરે છે.
આ માટે વિદ્યાર્થીઓને ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવેલી છે. લોકડાઉન માં સેવા આપનાર
સ્વયંસેવકો-પોલીસકર્મીઓ-અન્ય વહીવટી સ્ટાફને પર્સનલ પ્રોટેકશન ઇક્વિપમેન્ટ (PPE)
કોરોના કીટ અપાય છે. આણંદ જિલ્લા પોલીસ વડાની કચેરી દ્વારા સ્વયંસેવકોને
માસ્ક-સેની ટાઈઝર આપવામાં આવ્યા છે.
ચારુસેટ એન એસ એસ યુનિટના કો-ઓર્ડિનેટર ડો. રોબર્ટ પરમારના માર્ગદર્શનથી 12
પ્રોગ્રામ ઓફિસર આણંદમાં ચારુસેટની વિવિધ કોલેજોના 7 ફેકલ્ટી પ્રો. વૈભવ પટેલ, પ્રો. હાર્દિક
પટેલ, પ્રો. હેમલ પટેલ, પ્રો. અંકુર પટેલ, પ્રો. દેવાંગ પટેલ, પ્રો. માર્ટિન પરમાર અને 8 વિદ્યાર્થીઓ ગણેશ ચોકડી, બોરસદ ચોકડી, ટાઉન હૉલ, શાસ્ત્રી મેદાનમાં
શાક માર્કેટમાં સરદાર ગંજ, વેરાઈ માતા વિસ્તારમાં
સેવા આપે છે.
ચારુસેટ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ એન.એસ.એસ. સ્વયંસેવકો
દ્વારા આ કપરી પરિસ્થિતિમાં કરાતી કામગીરીને બિરદાવતા ગર્વની લાગણી વ્યક્ત કરી
હતી.
ગુજરાત એન એસ એસ ના ટ્વિટર હેન્ડલ પર ચારુસેટ એન એસ એસ યુનિટની સેવાકીય
કામગીરી ની પ્રશંસા થઈ છે જેની નોંધ કેન્દ્ર સરકારે પણ લીધી છે.
હાલમાં ચારુસેટના 1500 જેટલા શિક્ષકો-વિદ્યાર્થીઓએ Igot એપમાં
રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને 1500 જેટલા શિક્ષકો-વિદ્યાર્થી આરોગ્યસેતુ એપ ડાઉન
લોડ કરી તેનો લાભ ઉઠાવી રહ્યા છે.




0 comments: