Wednesday, 11 March 2020

જાગૃતિ મહિલા સમાજ, આણંદ દ્વારા મહિલા દિવસ નિમિત્તે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ.

SHARE
જાગૃતિ મહિલા સમાજ આણંદના ઉપક્રમે આધસ્થાપક કુસુમબેન એડનવાલાની નિશ્રામાં અને પ્રમુખ ભારતીબેન પટેલની પ્રેરણાથી કાયૅક્મમાં ઉપ પ્રમુખ સરોજબેન શાહ અને ખજાનચી મનીષા સોલંકીના માગૅદશૅન હેઠળ ઇન્ડો આફિકા હૉલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનને લક્ષ્યમાં લઇ વકતૃત્વ સ્પર્ધા યોજાઈ  .આ સ્પર્ધામાં સંસ્થાના ચેરપસૅન ઉમિઁબેન પટેલની  ઉપસ્થિતિથી સંસ્થાની બહેનોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. જજ તરીકે નલિની કૉલેજના પ્રો. નિલેશભાઇ બારોટ તથા પ્રો. ગિરીશભાઇ ચૌધરીએ સુંદર સેવા આપી હતી. સ્પધૉનો વિષય 'પ્રાચીન અને અવાઁચીન નારી- મારી નજરે ' હતો. સભ્ય બેનોઅે પોતાના સુંદર અને વાસ્તવિક વિચારો રજૂ કર્યા હતા.સ્પધાઁમાં અચૅનાબેન શુક્લ -પ્રથમ, ઇન્દુબેન વાઘેલા -દ્તીય,ઞીતાબેન ભટ્ટ -તૃતિય, સરલાબેન સોનીઅે ચતુથૅ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. વિજેતા સ્પર્ધકોને સત્યમભાઇ વકીલે તેમના માતા પૂ. વીરબાળાબેન ઉમરાજવાળા જે સંસ્થાના સલાહકાર હતાં., તેમની સ્મૃતિ તાજી કરી ઇનામો આપી  વિજેતાઓને નવાજયા હતા. દરેક સ્પધૅકને પેન આપી હતી. લકી ડ્રો ના વિજેતા અરૂણાબેન કોટેચા બન્યા હતા. તેમને રંજનબેન પંચાલે ઈનામ આપ્યુ હતું. સંસ્થાના કારોબારી સભ્ય ભાવનાબેન બારોટે જન્મદિવસ શુભેચ્છાનું સુંદર સંચાલન કર્યું હતું  .સૌને ચોકલેટ થી મીઠું મોં કરાવ્યુ હતું. જ્યારે સંસ્થાના  સવૅ સભ્ય બેનોઅે પિંક બલૂનથી નારી શક્તિના ઞુંજનાદથી આકાશમાં બલૂનને છોડી નારી સંદેશ વહેતો મૂકી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી, સાથે હોલી શુભેચ્છા પણ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી  સ્મિતાબેન પંડ્યાઅે કયુઁ હતું.
SHARE

Author: verified_user

0 comments: