Wednesday, 11 March 2020

ઉમરેઠ વડતાલ તાંબાના સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ ઉજવાશે

SHARE
સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારયણ પ્રભુ તથા ઉમરેઠ નિવાસી અ.મૂ.અ.મૂ.સ.ગુ. શ્રી ગોપાપાળાનંદસ્વામીની પૂર્ણકૃપા અને વડતાલ નિવાસી શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતી પ.પુ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશોર્વાદત્મક આજ્ઞાથી તથા નંદ પક્તિના સંતોની પરંપરાને સેવા ભક્તોથી શોભાવનાર ગુરૂ.સ.ગુ.સ્વા.શ્રી રઘુવીરચરણદાસજી ગૂરૂ સ.ગુ.શા.સ્વામી. શ્રી શ્વેતવૈકુંઠદાસજી (વડતાલ) ની પ્રેરણા થી તા.૧૨.૩.૨૦૨૦ થી તા.૧૮.૩.૨૦૨૦ સુધી ઉમરેઠના વડતાલ તાબાનાશ્રી સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ રામાભાઇ ઉમેદભાઇ પટેલ પરિવારના યજમાન પદે યોજવામાં આવશે. ૨૧માં પાટોત્સવ નિમિત્તે શાસ્ત્રી સ્વામી શ્રી હરિગુણદાસજી ગુરુ સ્વામી રઘુવીર ચરણદાસની મહારાજના વક્તા પદે અને બાબુભાઈ શંકરભાઈ પટેલના યજમાન પદે તા.૧૨.૩.૨૦૨૦ થી તા.૧૮.૩.૨૦૨૦ સુધી શ્રીરામ ચરિત્ર માનસ સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ હરી ભક્તો સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ અને સાંજે ૩.૩૦ થી ૬.૩૦ સુધી લઈ શકશે. પોથીયાત્રા આજ રોજ સવારે ૮ કલાકે યજમાનશ્રીના નિવાસ સ્થાનેથી નિકળી હતી તેમજ સવારે  ૮.૩૦ કલાકે પાટોત્સવ નિમિત્તે દિપ પ્રાગટ્ય કરી મહોત્સવ શરૂ કરી. તા.૧૩.૩.૨૦૨૦ને શુક્રવારનારોજ સાંજે ૫ કલાકે રામ જન્મોત્સવ તા.૧૪.૩.૨૦૨૦ને શનિવારના રોજ સવારે ૭ કલાકે મહાપુજા તેમજ રાત્રે ૯ કલાકે મહિલા મંચનું આયોજન કરવામાં આવેલ છે.તા.૧૫.૩.૨૦૨૦ને રવિવારના રોજ સવારે ૭ કલાકે ગોપાળાનંદ સ્વામીનું પુજન તેમજ રાત્રે ૯ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તા.૧૬.૩.૨૦૨૦ને સોમવારના રોજ રાસોત્સવ રાત્રે ૯ કલાકે અને તા.૧૭.૩.૨૦૨૦ના રોજ સાંજે ૪ કલાકે શોભાયાત્રા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે થી નિકળશે. તા.૧૮.૩.૨૦૨૦ને બુધવારના રોજ સવારે ૫.૩૦ કલાકે મંગળા આરતી, સવારે ૬ કલાકે અભિષેક દર્શન અને બપોરે ૧૨ કલાકે ભવ્ય અન્નકુટના દર્શનનો હરિભક્તો લાભ લઈ શકશે. સમગ્ર કાર્યક્રમમાં વેદોક્તવિધિ જગદીશભાઈ ભાનુપ્રસાદ શુક્લ કરાવશે. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે સાધુ રામાનુજદાસજી તથા પાર્ષદવર્ય શ્રી કાંતિભગત અને ટ્રસ્ટી મંળડ સહીત સત્સંગ સમાજ અને પુજારી સ્વામી શ્રી દિવ્યપ્રકાશદાસજી સહીત કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર મહોત્સવનું લાઈવ પ્રસારણ યુ-ટ્યુબ પર કરવામાં આવશે
SHARE

Author: verified_user

0 comments: