વૈષ્ણવ સમાજ સર્ઘન કેલિફોર્નિયા શ્રીજી હવેલી અર્વાઈન માં યોજાયો સત્સંગ-કિર્તન નો કાર્યક્રમ યોજાયો...
કેલિફોર્નિયા-સર્ઘન કેલિફોર્નિયાના અર્વાઈન માં આવેલ શ્રીનાથજી હવેલીમાં તા ૨૯ મી ડીસેમ્બરના રોજ સત્સંગ-ભજન કિર્તન નો કાર્યક્રમ ખૂબ ધામ-ધૂમ થી યોજાયો હતો... આ કાર્યક્રમના મુખ્ય મહાપ્રસાદ મનોરથી ફાઉન્ટન વેલી ખાતે રહેતા શ્રી જયંતીભાઈ અને હંસાબેન સવસાણી અને કુટૂંબીજનો હતા. આ કાર્યક્રમમાં ખાસ શિકાગોથી પધારેલા જયંતીભાઈ ના ત્રણ ભાઈઓ તથા કેનેડાથી પધારેલ પુત્ર-પુત્રવધુ વગેરે એ ખુબ ભાવથી આ સત્સંગ નો લ્હવો લીધો હતો... હવેલીના મુખ્યાજી પંકજભાઈ,નેહાબેન અને પુનિતકુમારના ભજન કિર્તનનો હાજર સૌ ભક્તોએ લાભ લીધો હતો તેમજ કિર્તન દરમ્યાન સૌ ગરબે પણ ઘુમ્યા હતા.... કાર્યક્રમના અંતમા સૌ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુંભવી હતી....
( સંકલન-કલ્પેશ પટેલ,માહિતી અને તસ્વિર;- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )
0 comments: