જાનવી મહેતા ની યોગ એક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ
આણંદ -કલરવ સંસ્થા ની બ્રાન્ડ એમ્બેસેડર અને રબર ગર્લ જાનવી મહેતા ની યોગ એક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.જાનવી મહેતા દ્વારા ગુજરાત ભર માં યોગ વિશે જાગૃતિ ફેલાવવાનું અદભુત કાર્ય થઈ રહ્યું છે અને આ માટે તેમને 70 થી વધારે ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે ગત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 માં તેમને કલરવ સંસ્થા દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ આપવામાં આવી હતી.
સંસ્થા ના પ્રમુખ શ્રી ઉત્તમ ત્રાસડીયા અને સમગ્ર કલરવ પરિવાર વતી તેમને આ નિયુક્તિ અંતર્ગત શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સંસ્થા ના સેક્રેટરીશ્રી અભિજીતસિંહ ધૂમમડ ના જણાવ્યા અનુસાર કલરવ સંસ્થા શિક્ષણ, આરોગ્ય અને સમાજ જાગૃતિ માટે કાર્યરત છે અને હવે જાનવી મહેતા ની ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ની નિયુક્તિ બાદ સંસ્થા દ્વારા યોગ જાગૃતિ ના કાર્યક્રમો ગુજરાત ની સાથે સાથે અન્ય રાજ્યો માં પણ યોજવામાં આવશે.

0 comments: