- અનુપમ મિશનમાં ૭ થી ૧૦ જાન્યુ. દરમિયાન શ્રી અક્ષર પુરૂષોત્તમ મહારાજ
મૂર્તિપ્રતિષ્ઠા મંદિર મહોત્સવનું ભવ્ય આયોજન
આણંદ -પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજના બ્રહ્મધામ, અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીના ભાગવતી દીક્ષાના મંગળદિને બ્રહ્મસ્વરૂપ
ગુરૂદેવ યોગીજી મહારાજના દિવ્ય સંકલ્પ અને કૃપાશિષ સ્વરૂપ અનુપમ મિશનની તપોભૂમિ
બ્રહ્મજયોતિ મોગરીમાં વિક્રમ સંવત ૨૦૭૬ની પોષી પૂર્ણિમા ૭ થી ૧૦ જાન્યુઆરી, ૨૦૨૦ દરમ્યાન સંતભગવંત જશભાઈ સાહેબજીની નિશ્રામાં અને પ્રેરણાથી ચાર દિવસીય
ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મંદિર મહોત્સવ યોજવામાં આવ્યો છે. રૂ. ૫૦ કરોડના ખર્ચે
નવનિર્મિત શિખરસંપન્ન ભવ્ય કલાત્મક મંદિરમાં શ્રી મુક્ત અક્ષર પુરૂષોત્તમ
મહારાજ સહિત સર્વ ગુણાતીત સંત સ્વરૂપોની મૂર્તિઓના પ્રાણપ્રતિષ્ઠા મહા ઉત્સવ
ઉજવાશે.
આ પ્રસંગે સ્વાશ્રયી કર્મયોગી સાધનાના પ્રણેતા સંત ભગવંત સાહેબજીના અષ્ટ
દશાબ્દી-૮૦મો પ્રાગટયોત્સવ ઉજવાશે. આ મહાઉત્સવ પ્રસંગે ભારત તથા વિશ્વના
માનવસેવા અર્થે સમર્પિત મહાનુભાવોને શાલીન માનવરત્ન સન્માનથી વિભૂષિત કરાશે.
ચાર દિવસના મહોત્સવ અંતર્ગત મહોત્સવના પ્રથમ દિવસે સાતમી જાન્યુઆરી, મંગળવારે બપોરે ૩ વાગે મહોત્સવ પરિસર મુકતાર્પણ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ.
હરિપ્રસાદ સ્વામીજીના હસ્તે થશે. પ્રકલ્પોનું મુકતાર્પણઃ મંદિર પરિસરનું
મુકતાર્પણ સંતભગવંત સાહેબજી, પ.પૂ. રામદેવજી
મહારાજના હસ્તે થશે. અભિષેક મંડપઃ પ.પૂ. ગુરૂજી મુકુંદજીવનસ્વામીજી અને દિનકરભાઈ, ‘તીરથ'
છપૈયાઃ પ.પૂ. અશ્વિનભાઈ, ‘તીરથ'
ધારીઃ પ.પૂ. શાંતિભાઈ, પ.પૂ. દાદુકાકાશ્રી બ્રહ્મસમાધિ અને પ.પૂ. સોનાબા બ્રહ્મસમાધિ મુકતાર્પણ થશે.
સાંજે ૫.૩૦થી મંદિર મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
મહોત્સવના બીજા દિવસે આઠમી જાન્યુઆરી, બુધવારે સવારે ૮.૩૦થી મંદિર મહોત્સવ માહાત્મ્ય દર્શન સભા યોજાશે જેમાં
પ.પૂ. અધ્યાત્માનંદ સ્વામીજી અને પ.પૂ. રામદેવજી મહારાજ આર્શીવાદ આપશે. સાંજે ૪
થી ‘શાલીન માનવરત્ન' સન્માન અને દાતાઓનો સન્માન
સમારંભ યોજાશે જેમાં મુખ્ય અતિથિ તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર
રહેશે,
પ.પૂ.ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ આશીર્વાદ
આપશે. સમારંભમાં પ્રયાસ્વિનભાઈ પટેલ (એલિકોન ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના
ચેરમેન-મેનેજિંગ ડિરેકટર), દેવાંગભાઈ પટેલ
(ઇપ્કોવાલા,
નડિયાદ), મૌનાબહેન પટેલ
(શ્રમમંદિર ટ્રસ્ટ વડોદરાના સેક્રેટરી), પ્રદીપભાઈ ઘામેચા (ચેરમેન, ઘામેચા કેશ એન્ડ
કેરી,
યુ.કે.), પ્રવીણભાઈ કોટક
(ચેરમેન,
ઇસ્કોન ગ્રુપ, અમદાવાદ), સુરેનભાઈ પટેલ (સામાજિક
કાર્યકર,
બેંગકોક)ને અનુપમ
મિશન પ્રેરીત ‘શાલીન માનવરત્ન'સન્માન અર્પણ થશે.
મહોત્સવના ત્રીજા દિવસેનવમી જાન્યુઆરી, ગુરુવારે સવારે ૬ થી યજ્ઞશાળા ઉદઘાટન, પ્રવેશ તથા મૂર્તિપ્રતિષ્ઠા મહાયજ્ઞ થશે જેમાં પ.પૂ. રામદેવજી મહારાજ
આર્શીવાદ આપશે. બપોરે ૩ વાગ્યાથી મૂર્તિદર્શન શોભાયાત્રા શરૂ થશે જેમાં
સંતો-મુકતો જોડાશે. રાતે ૮.૩૦થી કીર્તન આરાધના યોજાશે.
મહોત્સવના ચોથા દિવસે દસમી જાન્યુઆરી, શુક્રવારે સવારે ૭ વાગ્યાથી મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહાવિધિનો આરંભ થશે.
સવારે ૮.૩૦ વાગે ૨૫ નૂતન સંતોને વ્રતધારણ કરવામાં આવશે. સવારે ૧૦.૩૦થી સંતભગવંત
સાહેબજી પ્રાગટય મહોત્સવ અને પૂર્ણાહૂતિ સમારંભ શરૂ થશે જેમાં પ.પૂ. ગોસ્વામી
૧૦૮શ્રી મહોદયશ્રી વ્રજરાજકુમારજી, પ.પૂ. દેવીપ્રસાદ
બાપુ,
પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી, પ.પૂ. રામદેવજી મહારાજશ્રી આર્શીવાદ આપશે. ચાર દિવસના પ્રત્યેક ઉત્સવ બાદ
શ્રી ઠાકોરજી મહારાજનો મહાપ્રસાદ આપવામાં આવશે.
સંતભગવંત સાહેબજીની આર્ષપ્રેરણાથી નિર્મિત પંચ શિખરસંપન્ન ભવ્ય કલાત્મક
શ્રી સ્વામીનારાયણ મંદિરમાં શ્રી મુકત અક્ષર પુરુષોત્તમ મહારાજ, સુવર્ણમંડિત બ્રહ્મસ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજ અને સુવર્ણમંડિત બ્રહ્મસ્વરૂપ
શ્રી યોગીજી મહારાજ સહિત બ્રહ્મસ્વરૂપો
શ્રી ભગતજી મહારાજ, શ્રી જાગા સ્વામી, શ્રી કૃષ્ણજી અદા, શ્રી કાકાશ્રી, શ્રી પપ્પાજી, પ્રગટ બ્રહ્મસ્વરૂપો
શ્રી હરિપ્રસાદ સ્વામીજી, શ્રી
અક્ષરવિહારીજી સ્વામીજી સાથે સંતભગવંત સાહેબજી દિવ્ય મૂર્તિરૂપે પ્રત્યક્ષ
દર્શન આપશે. નિજ મંદિરે વિઘ્નવિનાયક શ્રી ગણપતિ દેવ તથા કષ્ટભંજક શ્રી હનુમાનજી
દેવ મૂર્તિરૂપે સાક્ષાત વિરાજમાન થશે. ચાર દિવસના પ્રત્યેક ઉત્સવ બાદ શ્રી
ઠાકોરજી મહારાજનો મહાપ્રસાદ આપવામાં આવશે.
મહોત્સવની વિશેષતાઓઃ
·
અનુપમ મિશન બ્રહ્મજયોતિ, મોગરીની તપોભૂમિ પર ૪૦ એકર ભૂમિ પર આ મહોત્સવનું ભવ્ય આયોજન
·
લગભગ ૨૦ હજાર હરિભક્તો,મુમુક્ષો ભાગ લેશે. જેમાં આશરે ૧,૦૦૦ જેટલા એન.આર.આઇ.(અમેરિકા, યુકે,
ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, ફીજી,
આફ્રિકા, યુરોપ વગેરે
દેશોમાંથી)પધારશે, જેમના ઉતારાની, જમવાની,
ટ્રાન્સપોર્ટેશનની, સભાની વ્યવસ્થા કરવામાં આવી છે.
·
૫,૦૦૦ મુમુક્ષુઓ માટે ઉતારાની અને
જમવાની વ્યવસ્થા.
·
આ મુર્તિ પ્રતિષ્ઠા મહા
યજ્ઞમાં ૧૨૫૦દંપતીઓ બિરાજમાન થશે.
·
૨૫ જેટલા સાધકોને દીક્ષા
આપવામાં આવશે.
·
લગભગ ૫૦૦ જેટલા સ્વયંસેવકયુવક-યુવતીઓ,અનૂપમ મિશનના સંતોના માર્ગદર્શન
પ્રમાણે રાત-દિવસ સેવા આપી રહ્યા છે. જેમાં અમેરિકા અને ઇંગ્લેન્ડથી ઘણાં
હરિભક્તો એક મહિનો અગાઉ પોતાનો નોકરી, ધંધો છોડીને આવેલા છે તન-મન-ધનથી
સેવા કરીઆ મૂર્તિ પ્રતિસ્ઠા મહોત્સવને સફળ બનાવવા ભગવાન સ્વામિનારાયણની ભક્તિ અદા
કરી રહયા છે.
મંદિરની વિશેષતાઓ :
·
રૂપિયા ૫૦ કરોડના ખર્ચે પાંચ
શિખરના ભવ્ય મંદિરનું નિર્માણ
·
૧૭૨ ફૂટ ઊંચાઇ, ૧૦૦ ફૂટ પહોળાઈ ધરાવતું મંદિર
·
૧૩ મૂર્તિ વિરાજમાન થશે જેમાં શ્રી મુકત અક્ષર પુરુષોત્તમ
મહારાજ,
સુવર્ણમંડિત બ્રહ્મસ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજ અને
સુવર્ણમંડિત બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજ
સહિત બ્રહ્મસ્વરૂપો શ્રી ભગતજી મહારાજ, શ્રી જાગા સ્વામી, શ્રી કૃષ્ણજી
અદા,
શ્રી કાકાશ્રી, શ્રી પપ્પાજી, પ્રગટ બ્રહ્મસ્વરૂપો
શ્રી હરિપ્રસાદ સ્વામીજી, સાથે સંતભગવંત
સાહેબજી દિવ્ય મૂર્તિરૂપે પ્રત્યક્ષ દર્શન આપશે. નિજ મંદિરે વિઘ્નવિનાયક શ્રી
ગણપતિ દેવ તથા કષ્ટભંજક શ્રી હનુમાનજી દેવ મૂર્તિરૂપે સાક્ષાત વિરાજમાન થશે.
·
માત્ર પોણા બે વર્ષના
ટૂંકા ગાળામાં સંપૂર્ણ પાષાણથી બે માળના મંદિરનું નિર્માણ
·
રાજસ્થાનના પહાડપુરના
ગુલાબી પથ્થરોને કલાત્મક રીતે કંડારીને સમગ્ર મંદિર બનાવવામાં આવ્યું
·
મંદિરમાં કુલ પાંચ શિખર.
મુખ્ય શિખરની ઊંચાઇ ૭૩ ફૂટ. બીજા બે શિખરોની ઊંચાઈ ૬૭ ફૂટ
·
મંદિરમાં એક મુખ્ય ઘુમ્મટ
સાથે કુલ પાંચ ઘુમ્મટ
·
મંદિરના નીચલા મજલે ૧૦
હજાર ચોરસ ફૂટ બાંધકામમાં હોલ સાથે કલાત્મક સિંહાસનોમાં ધામધામી મુકતો સાથે
ગુણાતીત પરંપરાના દિવ્ય સંત સ્વરૂપોની ૧૩ મૂર્તિઓ કલાત્મક કાષ્ટ સિંહાસનોમાં
વિરાજમાન
·
આ હોલમાં ૭૬ સ્તંભ પર
વેદ,
ઉપનિષદ, ગીતા વચનામૃતના
સારસમા બ્રહ્મસૂત્રો અંકિત
·
ઉપલા મજલે મુખ્ય મંદિર
જેના મધ્ય શિખરમાં મૂળ અક્ષરબ્રહ્મ, ગુણાતીતાનંદ સ્વામી, ભગવાન શ્રી સ્વામીનારાયણ, અનાદિ મહામુકતા શ્રી ગોપાળાનંદ સ્વામીની આરસની મૂર્તિઓ સોનાના કલાત્મક
સિંહાસનોમાં બિરાજીત. મધ્ય મંદિરે અક્ષર પુરુષોત્તમ ભગવાન બિરાજમાન
·
મંદિરના ઉપલા મજલે ૧૪
કલાકારીગરીયુકત સ્તંભ
·
આરસની પાંચ પ્રતિમાઓ.
ત્રણ કલાયુક્ત કાષ્ટ સિંહાસન, આ મજલે શાસ્ત્રીજી
મહારાજ અને યોગીજી મહારાજની સુવર્ણ
પ્રતિમાઓ
·
નૂતન મંદિરની સાથેસાથે
યોગીજી મહારાજનું જન્મસ્થળ ધારીઅને શ્રી ભગવાન સ્વામીનારાયણનું જન્મસ્થળ
છપૈયા-બન્ને ગામના મોડેલ મુકી તે બન્નેની બાળપણની લીલાઓના વિશાળકાય ચિત્રો સાથે
વીડીયો દર્શન (મલ્ટી મીડીયા હોલ)ની પણ સુવિધા.
·
યોગીજી મહારાજનું
પ્રાગટ્ય સ્થાન ધારીમાં જે ઘરમાં પ્રગટયા તે ઘરનું મોડેલ.
·
સમાધિસ્થાનનું નવસર્જન.









0 comments: