શ્રમ અને રોજગાર વિભાગના વડોદરા ખાતેના ઓવરસીઝ
એમ્પ્લોયમેન્ટ
એન્ડ કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટરના માર્ગદર્શન
હેઠળ
૨૫ વિદ્યાર્થીઓનું વિદેશ ગમન સરળ બન્યું
વડોદરા
અને સુરત રીજીયનના ૧૪ જિલ્લાઓમાં ૧૨૮ સેમિનાર યોજાયા
૧૨,૭૬૦ જેટલા ઉમેદવારોને
વિદેશ અભ્યાસ અને રોજગાર અંગે માર્ગદર્શન આપ્યું
વડોદરા તા.૧ જાન્યુઆરી, ૨૦૨૦
(બુધવાર) રાજય
સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ કાર્યક્રમ શરૂ છે.
આ કાર્યક્રમ તળે યુવાનોને રોજગાર સંબંધિત સેવા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે
છે. ગુજરાતના તેજસ્વી યુવાનો ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દીની તકોનો લાભ લેવા ખૂબ મોટા
પ્રમાણમાં વિદેશ ગમન કરે છે. સાહસિકતા એ ગુજરાતનો સ્વભાવ છે એટલે ઘણા યુવાનો આ
બાબતમાં જોખમ લેતા પણ ખચકાતા નથી. એ સંજોગોમાં રાજ્યના યુવાનોને વિદેશોમાં શિક્ષણ
અને કારકિર્દીની પ્રમાણિત તકોનો લાભ મળે,
એ લોકો વિદેશની ધરતી પર કોઈ સંકટમાં ના મૂકાય અને એમની સાથે આ
બાબતમાં કોઈ ગેરવ્યવહારના થાય એવા આશય સાથે રાજયના શ્રમ અને રોજગાર વિભાગે રોજગાર
વિનિમય કચેરીઓ ઉપરાંત ઓવરસિઝ એમ્પલોયમેન્ટ એન્ડ કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર્સ શરૂ
કર્યા છે. આવું જ એક સેન્ટર વડોદરામાં તરસાલી આઇટીઆઇ કેમ્પસમાં આ કામ કરી રહ્યું
છે. અભ્યાસ અને કારકિર્દી ઘડતર માટે વિદેશ જવા ઇચ્છુક યુવાઓને માર્ગદર્શન પૂરું
પાડી તેમને ગેરમાર્ગે દોરતા અટકાવવાનું ખૂબ અગત્યનું કાર્ય અહી થાય છે.
અભ્યાસ અને કારકિર્દી ઘડતર માટે વિદેશ જવા ઇચ્છુક
યુવાઓને વિનામૂલ્યે યોગ્ય માહિતી-માર્ગદર્શન
આપવા ઉપરાંત કાઉન્સેલીંગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમને વિદેશમાં અભ્યાસ અને
કારકિર્દી માટે રહેલી તકો વિશે પણ જ્ઞાત કરવામાં આવે છે. વિઝીટીંગ લેકચરર્સ અને
કાઉન્સેલર દ્વારા તેમના અનુભવો સહિતની વિગતો જણાવી યુવાઓને પૂરતી અને જરૂરી માહિતી
પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ કાર્યક્રમ તળે અભ્યાસ અને
કારકિર્દી ઘડતર માટે વિદેશ જવા ઇચ્છુક યુવાઓને માર્ગદર્શન મળી રહે તે માટે કોલેજ
સ્તરે સેમિનારનું આયોજન કરવામાં આવે છે. વધુ વિગતો, માહિતી-માર્ગદર્શન મેળવવા ઇચ્છુક યુવાનોને
vgivado@gmail.com પર ઇ-મેઇલ કરીને
માહિતી-માર્ગદર્શન મળી રહેશે.
આ સેન્ટર યુએસએ,
ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, આર્યલેન્ડ,
સિંગાપોર, પોલેન્ડ તથા જર્મની સહિતના સ્થળો પર
ઉપલબ્ધ અભ્યાસક્રમો, યુનિવર્સિટી, પાર્ટ
ટાઇમ નોકરી સહિતની વિગતોનું સઘન માર્ગદર્શન પૂરું પાડે છે.
ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર
વડોદરા દ્વારા વડોદરા અને સુરત રીજીયનના ૧૪ જિલ્લાઓમાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૨૮
સેમિનાર દ્વારા ૧૨,૭૬૦ જેટલા ઉમેદવારોને વિદેશ અભ્યાસ અને રોજગાર અંગે માર્ગદર્શન આપ્યું છે.
ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર વડોદરા ખાતે ૪૬૦ જેટલા
ઉમેદવારોએ વ્યક્તિગત માર્ગદર્શન મેળવ્યું છે. ૧૨૮ ઉમેદવારોએ સેન્ટર પરથી પાસપોર્ટ
માટે અરજી કરી છે. આ સેન્ટર ખાતે પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરવા માટે સહાય
કરવામાં આવી છે. આ સેન્ટર ખાતેથી ૨૫ થી વધુ ઉમેદવારો માર્ગદર્શન મેળવી વિદેશમાં
કારકિર્દી બનાવવા અર્થે ગયા છે.
0 comments: