Wednesday, 18 December 2019

જૂનાગઢ જિલ્લા જેલ ખાતે કેદીઓ માટે શાકભાજી વાવેતર ની દસ દિવસીય તાલીમ શિબિર સંપન્ન

SHARE
જૂનાગઢ જિલ્લા જેલ ખાતે કેદીઓ માટે શાકભાજી વાવેતર ની દસ દિવસીય તાલીમ શિબિર સંપન્ન



જૂનાગઢ - જિલ્લા જેલ જૂનાગઢ ખાતે કાચા અને પાકા કામના કેદીઓ માટે એસબીઆઇ ગ્રામ રોજગાર તાલીમ સંસ્થા દ્વારા ૧૦ દિવસીય શાકભાજી વાવેતરની તાલીમ શિબિર યોજવામાં આવી હતી. સ્વરોજગારી સાથે કેદીઓને આર્થિક રીતે પગભર બનાવવાના હેતુથી યોજાયેલા આ શિબિરનો સમાપન તેમજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ જૂનાગઢના મેયર શ્રી ધીરરભાઈ ગોહેલ ના અધ્યક્ષ સ્થાને જેલ સુપ્રીટેન્ડેન્ટશ્રી આઇ.વી. ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
જેલમૂકિત બાદ કેદીઓને સ્વરોજગારી મળવા સાથે પોતાના કુટુંબના ઉત્તમ જીવનધોરણ માટે ગ્રામ રોજગાર સંસ્થા દ્વારા સમયાંતરે તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. તેમ આરસેટીના ડિરેકટરશ્રી ચંદ્રપાલે જણાવ્યું હતું. તાલીમ શિબિર દરમિયાન લીડબેંકના મેનેજર શ્રી વાધવાણીએ બેન્કીંગ લોન વ્યવસથા કૃષિ યુનિ.ના  શ્રી ગોહિલ,શ્રી વાછાણીએ શાકભાજી વાવેતર અને ખેત પદ્ધતિઓ અંગે તાલીમ દરમિયાન માર્ગદર્શન આપ્યું હતુ. શિબિરાર્થીઓને મેયર ધીરૂભાઈ ગોહેલ,જેલ સુપ્રીન્ડેન્ટ આઈ.વી.ચૈાધરી સહિત ઉપસ્થિત મહાનુભવોના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન અશોક કાથરોટીયા એ અને આભાર દર્શન  દર્શન સુત્રેજાએ કર્યુ હતુ.  શિબિરને સફળ બનાવવા અજીત પરમારે જહેમત ઉઠાવી હતી. 

SHARE

Author: verified_user

0 comments: