કુપોષણ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભેસાણ તાલુકા હેલ્થ કચેરી ખાતે "સરગવા સંગાથે" સેમિનાર યોજાવામાં આવેલ.
જૂનાગઢ - કુપોષણ મુક્ત ભારત અભિયાન અંતર્ગત સગર્ભા સ્ત્રીઓ તેમજ કિશોરીઓમા લોહ તત્વની ઊણપ ઘટાડવા અને તેના કારણે થતા એનીમીયા (પાડુંરોગ) જેવા ગંભીર જીવલેણ રોગને નાબુદ કરવા માટે અસરકારક ઉપાય તરીકે કીચન ગાર્ડન અને રાંધવામા લોખંડનાં વાસણોનાં ઉપયોગ ને મહત્વ આપવામા આવ્યુ છે.સરગવો વાવવાની ઝુંબેશ એ આ અભિયાન નો એક મહત્વનું અંગ છે.પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભિયાન અંતર્ગત હાલમાં ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ એ.એન.સી.મેગા કેમ્પમાં સરગવાના રોપાનું મફત વિતરણ કરવામા આવેલ હતુ. સરગવાના પાન અને શીંગ માંથી વિવિધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ જેમ કે સુખડી,સુપ,તીખારી,હાંડવો,પુરી,પરાઠા,કેક,ચોકલેટ,બીસ્કીટ,આઇસ્ક્રીમ,શરબત જેવી ૩૦૦ કરતા વધારે પ્રકારની વાનગીઓ વિશે આઇ.સી.ડી.એસ.ના સુપરવાઇઝરો,આશા ફેસીટીલેટર,આરોગ્ય કર્મચારી ઓને તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. પુજા પ્રિયદર્શની ના માર્ગદર્શન હેઠળ યોજેલ એક દીવસીય લાઈવ સેમિનાર "સરગવા સંગાથે" દ્વારા વિસ્તૃત માહિતી સાથે માહિતગાર અને તાલીમબધ્ધ કરવામાં આવ્યા હતાં. આ લાઇવ રસોઈ શો દ્વારા સરગવાના પાંદડા અને શીંગની વિવિધ વાનગીઓ શીખવાડવા માટે રિસોર્શ પર્સન તરીકે ડૉ.નેહલ ગજેરા હાજર રહ્યા હતા.

0 comments: