આણંદની મુલાકાત થી અત્યંત પ્રભાવિત યુવા
આઈ.એ.એસ. અધિકારીશ્રીઓ
અમુલ, ચોકલેટ, એન.ડી.ડી.બી, સરદાર નિવાસ સ્થાન સહિત આણંદની મુલાકાત લીધી
કલેક્ટરશ્રી ડી.ડી.ઓશ્રી સાથે શુભેચ્છા બેઠક યોજાઈ
સરદાર પટેલ જીવન કવન પુસ્તક-પ્રતિમા ભેટ
અપાઈ
આણંદ-
આણંદ સરકીટ હાઉસ ખાતે ગુજરાતમાં સેવા કાર્યરત
તાલીમ આઈ.એ.એસ અધિકારીશ્રીઓની યુવા ટીમ સાથે કલેક્ટરશ્રી આર.જી. ગોહિલ અને જિ.વિ.
અધિકારીશ્રી આશિષકુમાર સાથે શુભેચ્છા બેઠક યોજાઈ હતી.
કલેક્ટરશ્રી
આર.જી. ગોહિલે તાલીમી અધિકારીશ્રીઓ સાથે પરિચય સહિત ગુજરાત અને
ખાસ આણંદ જિલ્લાના વિકાસ તેમજ અમૂલ, એન.ડી.ડી.બી, ઈરમા, સરદાર
પટેલ નિવાસ સ્થાન કરમસદ સહિત ના વિષયો ઉપર તાલીમ અધિકારીશ્રીઓને માહિતગાર કર્યા
હતા.
કલેક્ટરશ્રી સાથેના વાર્તાલાપમાં દેશના અન્ય પ્રદેશોના
યુવા આઈ.એ.એસ
અધિકારીશ્રીઓ એ ગુજરાત અને આણંદની મુલાકાત અને અદભૂત વિકાસ થી ખૂબજ પ્રભાવિત
હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. અને આણંદ વિસ્તારની મુલાકાત સંદર્ભે પોતાના સુંદર
પ્રતિભાવ પણ આપ્યા હતા.
કલેક્ટરશ્રી આર.જી. ગોહિલે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી
આશિષ કુમારે યુવા અધિકારીશ્રીઓની ટીમને સરદાર પટેલ સાહેબનું જીવન ચરિત્ર દર્શાવતું
ઉમદા પુસ્તક અને સરદાર સાહેબની પ્રતિમા ભેટ કરીને ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું
હતું.
પ્રોબેશનરી તાલીમી આઈ.એ.એસ અધિકારીશ્રીઓ ટીમે મોગર સ્થિત
શ્રી ત્રિભોવન દાસ પટેલ ચોકલેટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જ્યાં સમગ્રયતા
પ્લાન્ટનું નિરિક્ષણ અને વિગતો મેળવી હતી. અમુલ ડેરી, એન.ડી.ડી.બી ચોકલેટ
પ્લાન્ટના અધિકારીશ્રીઓએ યુવા આઈ.એ.એસ ટીમને પોતાના પ્લાન્ટ અને કામગીરીની વિગતોથી
વાકેફ કર્યા હતા. ત્યાર બાદ એન.ડી.ડી.બી
ખાતે વૈશ્વિક ઓળખ ધરાવતા અમુલના શરૂઆતના ઈતિહાસના પૂર્ણ પ્રદર્શનીની
પરિક્રમાનું નિરિક્ષણ કર્યું હતું.
ગુજરાત સેવામાં હાલ કાર્યરત ૨૦૧૮ની બેચના તાલીમી આઈ.એ.એસ
અધિકારી સર્વશ્રી શિવાની ગોયલ (છોટાઉદેપુર), શ્રી અંકિત પન્નુ (પંચમહાલ), શ્રી મમતા પોપટ
(સાબરકાંઠા), શ્રી અક્ષય બુદાનિયા (જુનાગઢ), શ્રી હરસત જાસમીન (વલસાડ), શ્રી સ્નેહલ ભપકાર
(જામનગર) એ તમામ સ્થળોની મુલાકાત બાદ ખૂબ
જ પ્રભાવિત થયા હતા.
નાયબ કલેક્ટરશ્રી ગોપાલ બામણીયાના નેતૃત્વ માં આ તાલીમી
અધિકારીશ્રીઓએ આણંદ વિશેની વિવિધ માહિતીથી જાણકારી મેળવી હતી.







0 comments: