ભારત વધુ
વિકાસ સાધે એ માટે ભાવિ સનદી અધિકારીઓને પ્રોત્સાહિત કરીશ:વિશ્વ બેન્ક અધ્યક્ષ
રાજપીપલા : વિશ્વ બેંકના અધ્યક્ષ શ્રીમાન david malpaas એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબની વિરાટ પ્રતિમા
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ,મુખ્યમંત્રીશ્રી
વિજયભાઈ રૂપાણી સાથે ખૂબ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.તેમણે આ પ્રસંગે
મુખ્યમંત્રીશ્રી ની ઉપસ્થિતિનો હર્ષ વ્યક્ત કર્યો હતો.
તેમણે
જણાવ્યું કે આવતીકાલે ભાવિ સનદી અધિકારીઓ સાથે મારુ વિચારસત્ર છે.હું ભારત વધુ
વિકાસ સાધે એ માટે વિમર્શ કરીશ અને એમને પ્રોત્સાહિત કરીશ.સરદાર સરોવર નિગમના
એમ.ડી.શ્રી રાજીવકુમાર ગુપ્તાએ વિશ્વ બેન્ક અઘ્યક્ષશ્રી ને સ્ટેચ્યુ ઓફ યુનિટીની
વિશેષતાઓની વિગતવાર જાણકારી આપી હતી.
રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંઘ અને ઉચ્ચ અધિકારીઓ
તથા વિશ્વ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર સહિત અધિકારીઓ સાથે રહ્યા હતા




0 comments: