Monday, 28 October 2019

પ્રોબેશનર અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની કરી વંદના

SHARE
પ્રોબેશનર અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી       ખાતે સરદાર સાહેબની કરી વંદના


રાજપીપલા : મસુરીની લાલબહાદુર શાસ્ત્રી સંસ્થામાંથી સમગ્ર દેશભરના જુદા જુદા  રાજ્યોના અંદાજે ૪૫૦ જેટલાં  તાલીમી IAS,IPS,IFS અને IRS જેવી સનદી સેવાઓ માટેના પ્રોબેશનર-તાલીમી અધિકારીઓના સ્ટેસ્યુ ઓફ યુનિટી- ટેન્ટ સિટી ખાતે  DOPT ના ફાઉન્ડેશન કોર્ષ આરંભમા જોડાયેલા અંદાજે ૪૫૦ જેટલાં જુદા જુદા પ્રાંતના સનદી અધિકારીશ્રીઓ અને IAS  વાઇવ્સ એશોસીએશનના સભ્યશ્રીઓએ ગઇકાલે સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને આ મુલાકાતથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા.


સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમા પાસે ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી નર્મદા ડેમમાં તદ્દઉપરાંત  વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે મા નર્મદાનાપવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરીની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમીનીસ્ટ્રેટરશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ, નાયબ કલેક્ટરશ્રી નિલેશકુમાર દુબે, નાયબ કલેકટરશ્રી જનમ ઠાકોર, નર્મદા નિગમના સંબંધિત અધિકારીઓ વગેરેએ આ મુલાકાતમાં જોડાઇને પ્રોબેશનર અધિકારીઓને જરૂરી વિગતોથી વાકેફ કર્યા હતા.



સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાત પ્રસંગે પ્રોબેશનર અધિકારીઓના જુથે સાંજે  પ્રોજેકશન મેપીંગ-લેસર શો પણ નિહાળ્યો હતો. 
SHARE

Author: verified_user

0 comments: