Wednesday, 23 October 2019

ચારૂસેટ હોસ્પિટલ દ્વારા પીજમાં નિઃશુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પનો લાભ લેતા ૧૬૭થી વધુ દર્દીઓ

SHARE
ચારૂસેટ હોસ્પિટલ દ્વારા પીજમાં નિઃશુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પનો લાભ લેતા ૧૬૭થી વધુ દર્દીઓ 


ચાંગા: ચાંગાસ્થિત વર્લ્ડ ક્લાસ મલ્ટી સ્પેશિયાલિટી ચારૂસેટ હોસ્પિટલના ઉપક્રમે પીજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૨૨મી ઓક્ટોબરે મંગળવારે  નિઃશુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 167થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો.
પીજ ગામમાં પીજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પીજ ગ્રામ પંચાયત, પીજ દૂધ મંડળીના સંયુક્ત સાથસહકારથી યોજાયેલા આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં ચારૂસેટ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો ગાયનેકોલોજિસ્ટ ડો. ઉર્વિ દેસાઇ, ઓપ્થેલ્મોલોજિસ્ટ ડો. જય શાહ, ફીઝીશિયન ડો. વિવેક સિદ્ધપરા, ડેન્ટિસ્ટ ડો. રિદ્ધિ દેસાઇ, પીડિયાટ્રીશીયન ડો. વિશ્વા ચૌહાણ, ફિઝિયોથેરાપિસ્ટ ડો. રાહુલ તિવારી દ્વારા બાળરોગ, સ્ત્રીરોગ, જનરલ મેડિસિન, આંખ, દાંત,  ફિઝિયોરાપી સહિત વિવિધ આરોગ્યલક્ષી નિદાન કરવામાં આવ્યું હતું અને ફ્રી આઈ ચેક અપ કરી આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચારૂસેટ હોસ્પિટલમાં ૨૫ દર્દીઓને નિઃશુલ્ક મોતિયાની સર્જરી કરી આપવામાં આવશે તેની માહિતી આપવામાં આવી હતી.
પીજના 167થી વધારે નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.  આ કેમ્પમાં દર્દીઓને વિવિધ પ્રકારના રોગો વિશે તેમજ હેલ્થ પેકેજ પ્લાનની માહિતી પુરી પાડવામાં આવી હતી. પીજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. મિશ્રા, મેડિકલ ઓફિસર ડો. સંતોષ પંચાલ, પીજ ગ્રામ પંચાયતના સરપંચ અમિષાબેન કેતુલભાઇ પટેલ, પીજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ચારૂસેટ હોસ્પિટલની તબીબી ટીમ, નર્સિંગ સ્ટાફ  વગેરે દ્વારા આ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ચાંગાસ્થિત વર્લ્ડક્લાસ મલ્ટી સ્પેશિયાલિટી ચારૂસેટ હોસ્પિટલ દ્વારા સમાજના દરેક વર્ગને પોષાય તેવા કિફાયતી દરે અત્યાધુનિક સારવાર આપવામાં આવે છે અને આ પ્રકારની સારવારનો રોજેરોજ સેંકડો દર્દીઓ લાભ લે છે ત્યારે આ કેમ્પમાં સંપૂર્ણ નિ:શુલ્ક  માર્ગદર્શન આપવામાં આવશે.
સમાજના દરેક વર્ગના વધુને વધુ લોકો ચારુસેટ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની સેવાનો લાભ લઈ રહ્યા છે. ચારુસેટ હોસ્પિટલમાં કોર્પોરેટ હોસ્પિટલ જેવી સુવિધા હોવા છતાં ખૂબ જ નજીવી કિમતે સારવાર આપવામાં આવે છે. 

SHARE

Author: verified_user

0 comments: