Thursday, 24 October 2019

આશરે 25 થી વધુ એજન્સી સાથે સંકળાઈને સ.પ.યુનિ. ના સમાજકાર્ય વિભાગના વિદ્યાર્થીઓએ સફળતાથી પૂર્ણ કરી ઈન્ટર્નશિપ

SHARE
આશરે 25 થી વધુ એજન્સી સાથે સંકળાઈને સ.પ.યુનિ. ના સમાજકાર્ય વિભાગના વિદ્યાર્થીઓએ સફળતાથી પૂર્ણ કરી ઈન્ટર્નશિપ


આણંદ -માત્ર સૈદ્ધાંતિક માહિતી નહીં, સૈદ્ધાંતિક માહિતીનો પ્રેકટીકલમાં પ્રયોગ કરીને વ્યાવહારિક અને આખરે વ્યાવસાયિક ઉપયોગ કરવા માટે અભ્યાસના ભાગરૂપે લગભગ 25 જેટલી વિવિધ એજન્સીઓ સાથે સીધા સંકળાઈને સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગના વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ઈન્ટર્નશિપ પૂર્ણ કરી છે.
આ વિદ્યાર્થીઓએ સ્વદેશ, ડોન બોસ્કો- સ્નેહાલય, ડી.સી.પી.યુ. વડોદરા, વી.એન.સી., લક્ષ્ય ટ્રસ્ટ, મધુવન, સહિયર, લીડ, વી-વન સોસાયટી, અક્ષર ટ્રસ્ટ, દિપક ફાઉન્ડેશન, ફલક્રમ, ફેઈથ-ફાઉન્ડેશન, આશાદીપ, ગુરૂકૃપા રેસિડેન્સિયલ સ્કૂલ, બાલ ગોકુલમ, નિવેદિતા ફાઉન્ડેશન, સમાજ સુરક્ષા સંકુલ, વન સ્ટોપ ક્રાઇસીસ સેન્ટર, સહજ, મૈત્રી રિહેબિલિટેશન સેન્ટર, અસ્તિત્વ સહિતની એજન્સીઓ સાથે સંકળાઈને વિદ્યાર્થીઓએ અનાથ બાળકો, વ્યસનમુક્તિ, બાળકોના શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને અધિકારો, કોર્પોરટ સોશિયલ રેસ્પોસિબિલિટી, માનસિક વિકલાંગો, શાકાહાર પ્રોત્સાહન, પર્યાવરણ, એલ.જી.બી.ટી. સમુદાય સહિતના અનેકવિધ સામાજિક વિષયને સ્પર્શતી બાબતોની સીધીજ  માહિતી મેળવીને કામગીરી કરી હતી.




આ તમામ સંસ્થાઓ સાથે જરૂરી સંકલન અને સતત માર્ગદર્શન આપવાનું કાર્ય સમાજકાર્ય વિભાગના વિભાગીય વડા અને અધ્યાપકોના સંકલનમાં સફળતાપૂર્વક કર્યું.
SHARE

Author: verified_user

0 comments: