Thursday, 24 October 2019

સાસણ અભયારણ્યની મુલાકાત લેતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

SHARE

સાસણ અભયારણ્યની મુલાકાત લેતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત


લાયન્સ હોસ્પિટલ હાઇટેક મોનીટરીંગ યુનિટથી માહિતગાર થતા રાજ્યપાલશ્રી
સિંહસદન પરિસરમાં રાજ્યપાલશ્રીના હસ્તે થયું વૃક્ષારોપણ


જૂનાગઢ તા.૨૪, ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજરોજ સાસણ ખાતે ગિર અભ્યારણ્યની મુલાકાત લઇ વન્યસૃષ્ટીને નિહાળ્યા બાદ સિંહ તથા વન્યપ્રાણીઓની સારવાર માટેની અતિઆધુનિક ગીર લાયન હોસ્પીટલની મુલાકાત લઇ સિંહ સંવર્ધન અને સિંહસુરક્ષા માટે થતી પ્રવૃતિની રૂપરેખા મેળવી હતી. આ તકે રાજ્યપાલશ્રીએ વન્યપ્રાણીઓના રેસ્ક્યુ માટે વપરાતા સાધનો, રેસ્ક્યુ કીટ વગેરે વિશેની જાણકારી સાસણ વન્ય વિભાગના  નાયબ વન સંરક્ષક ડો. મોહન રામ પાસેથી મેળવી હતી. લાયન હોસ્પિટલમાં જ રાજ્યપાલશ્રીએ લેપર્ડ લોક, ટ્રીટમેન્ટ શેડ, લેબની મુલાકાત લઇ તેની કામગીરી વિશે જાણકારી મેળવી હતી, રાજ્યપાલ મહોદયશ્રીએ હાઇટેક મોનીટરીંગ યુનિટની મુલકાત વેળાએ સિંહોની અભ્યારણ્ય વિસ્તારમાં થતી મુવમેન્ટ ઉપર દેખરેદ અને વનવિભાગનાં માર્ગોપર પ્રવાસીઓની ચહલપહલ પર સી.સી.ટી.વી. કેમેરાથી થતી દેખરેખની જાણકારી મેળવી હતી.બાદમાં વનવિભાગ દ્વારા સિંહસદન પરિસરમાં ફોરેસ્ટ વેલ્ફરફંડ માટે કાર્યરત સોવેનીયર શોપની મુલાકાત લીધી હતી. આ તકે સિંહ સદનના સેમિનાર હોલ માં GIR UNDER THE MONSOON CLOUDS & MEMENTO વિષય પર ડોક્યુમેન્ટરી પણ રાજ્યપાલશ્રીએ નિહાળી હતી. સાસણની મુલાકાત વેળાએ રાજ્યપાલશ્રીએ પર્યાવરણ સંરક્ષણની સંકલ્પના સાર્થક કરવા સદનના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. બાદમાં વન વિભાગ, પોલીસ વિભાગ વગેરે સાથે ફોટોસેશન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલશ્રીની સાસણમાં મુલાકાત વેળાએ આયોજન અને જરૂરી વ્યવસ્થાપનનું સુચારું આયોજન જુનાગઢ વહીવટીતંત્ર વન વિભાગ, અને પોલીસ વિભાગે સંકલન સામાન સાથે રહી કામ કર્યું હતું. આ તકે જુનાગઢ વન્યપ્રાણી વર્તુળ મુખ્ય વન સંરક્ષક શ્રી ડી.ટી. વસાવડા, જુનાગઢ ગીર પશ્ચિમ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી ધીરજ મિતલ, સાસણ અભયારણ્યના મદદનીશ વન સંરક્ષક શ્રી જયંત પટેલ, ડીવાયએસપી શ્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રાંત અધિકારી શ્રી જે.સી દલાલ, નાયબ માહિતી નિયામક શ્રી રાજુભાઇ જાની, સહિતના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




SHARE

Author: verified_user

0 comments: