Thursday, 24 October 2019

ઉજ્જવલા યોજનાથી મળેલ ગેસ કનેકશનના કારણે મને ધુમાડાથી મુક્તિ મળી છે. -ફરજાના બાનુ કારીગર

SHARE

ઉજ્જવલા યોજનાથી મળેલ ગેસ કનેકશનના કારણે મને ધુમાડાથી મુક્તિ મળી છે.
-ફરજાના બાનુ કારીગર
ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેકશન સહાય આપવામાં
આણંદ જિલ્લાનું શ્રેષ્ઠ પ્રદર્શન

જિલ્લાના ગરીબ પરિવારો માટે ઉજ્જવલા યોજના આશીર્વાદ સ્વરૂપ બની


આણંદ :-આપણા દેશમાં વર્ષોથી ચૂલા ઉપર રસોઇ બનાવવામાં આવતી હતી જેના કારણે સ્ત્રીઓના સ્વાસ્થય બગાડતા તેમજ રાષ્ટ્રીય સ્તરે પ્રદુષણનું પણ પ્રમાણ વધતુ હતુ. ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ માં સ્વાસ્થયને લગતી સમસ્યાઓનું પ્રમાણ વધારે જોવા મળતુ હતુ. પેરિસ ખાતે મળેલ સંમેલનમાં  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કાર્બન સ્તર ઘટાડવા માટે સંધી કરવામાં આવી હતી અને આ લક્ષ્યાંક ને હાંસલ કરવા તેમજ સ્વચ્છ ઇંધણ પુરૂ પાડવા માટે  પ્રધાનમંત્રી શ્રી દ્વારા રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી હતી. આ ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ દેશના પરિવારજનોને ગેસ કનેકશન આપીને ચૂલા પર રસોઇ કરતા રોકવાનો હતો.
        પ્રધાનમંત્રીશ્રી ના આ અભિયાનને ગુજરાત સરકાર દ્વારા આવકારમાં આવ્યો છે અને રાજ્યને સ્મોક ફ્રી સ્ટેટ જાહેર કરવાનું અભિયાન હાથ ધરીને આ યોજનાનો વ્યાપક પ્રમાણમાં રાજ્ય સ્તરે લાભ આપવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાત સરકારને અકલ્પનિય સફળતા મળી છે. રાજ્યની મહિલાઓએ આ યોજના ને આવકારી છે અને બહુલક પ્રમાણમાં આ યોજનાનો લાભ લીધો છે.
          આણંદ જિલ્લામાં પણ ઉજ્જવલા યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે. તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલ સર્વે પ્રમાણે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં આણંદ જિલ્લાની કામગીરી શ્રેષ્ઠ રહી છે.
           આણંદ જિલ્લામાં મે મહિનામાં ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવેલ કનેકશન ની સંખ્યા ૮૮૯૮૧ હતી જે તાજેતરમાં ઓક્ટોમ્બર મહિનામાં હાથ ધરવામાં આવેલ સર્વે માં વધીને ૧,૧૭,૩૪૩ થવા પામી છે . આમ આટલા ટૂંકા સમયમાં ૨૮૩૬૨ લાભાર્થીઓને ઉજ્જવલા યોજના ના કનેકશન આપવાની સહાય રાજ્યના અન્ય જિલ્લાઓ પૈકીનું  શ્રેષ્ઠ પ્રદર્શન છે.
         ઉજ્જવલા યોજના વિવિધ જનકલ્યાણ ફ્લેગશીપ યોજનાઓ પૈકીની એક છે જે જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી હેઠળના અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા કાર્યરત છે. કલેક્ટરશ્રીની રાહબરી હેઠળ  પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
          ઉમરેઠ તાલુકામાં આવેલ કડીયાવાડ ગામના રહેવાસી ફરજાના બાનુ કારીગરે ઉજ્વલા યોજના દ્વારા મળેલ ગેસ કનેક્શન સહાય માટેની પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું વર્ષોથી ચુલા ઉપર રસોઈ બનાવતી હતી. ચૂલા ઉપર  રસોઈ બનાવવા માટે અમને ખૂબ પ્રમાણમાં લાકડાની જરૂર પડતી અને લાકડા લેવા માટે અમારે ગામથી દૂર જવું પડતું હતું તેમાં પણ ચોમાસા જેવી ઋતુ માં ક્યારેક ક્યારેક લાકડા મળવાના કારણે ભૂખ્યા પણ રહેવું પડતું પરંતુ ગામ પંચાયત દ્વારા સરકાર દ્વારા આપવામાં આવતી ગેસ કનેક્શન સહાય  ની જાણ થતા અમે પણ સહાયનો લાભ લેવા માટે ફોર્મ ભર્યું હતું અને ખુબ   ટૂંક  સમયમાં સરકાર શ્રી દ્વારા અમને ઘેર બેઠા ગેસ કનેક્શનની સહાય મળી જતા   અમે ખુબ ખુશ થયાં હતા.  હવે  અમારે  રસોઈ બનાવવા ચૂલા  પર નિર્ભર રહેવું  પડતું નથી. જે માટે હું સરકાર શ્રી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.
          અહીં જોવાનું રહ્યુ કે તાજેતરમાં જ આણંદ જિલ્લા કલેક્ટરશ્રી દિલીપ રાણા ના માર્ગદર્શન હેઠળ તારાપુર તાલુકામાં જનવિકાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને આ ઝુંબેશમાં વિવિધ  કાર્યક્રમો તેમજ રાત્રિસભાઓ યોજીને તેમજ ઘેર ઘેર જઇને લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવી રહ્યા છે ત્યારે રાત્રિ સભાઓમાં ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેકસન ના પણ લાભ કલેક્ટરશ્રી હસ્તક આપવામાં આવ્યા છે.તેમજ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ગોપાલ બામણિયા તેમજ તેમની ટીમના પ્રયત્નો થી આણંદ જિલ્લામાં ઉજ્જવલા યોજનાનો વ્યાપ વધ્યો છે. 
        ઉજ્જવલા યોજનાના લાભથી જિલ્લાની મહિલાઓ લાભાન્વિત થઇને ધુમાડાથી  મુક્તિ અનુભવી રહી છે .આ સંદર્ભે ઘણી મહિલાઓએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે સરકારશ્રીની આ યોજના થકી હવે અમને સ્વચ્છ ઇંધણ મળતુ થયુ છે જેના કારણે અમે સ્વસ્થ સ્વાસ્થ્ય અનુભવી રહ્યા છીએ. તેમજ રસોઇ પણ ઝડપી બનતી થઇ છે.જેના કારણે સમયની બચત થઇ છે.આ રીતે સરકારશ્રી પ્રગતિશીલ તેમજ ગતિશીલ સરકારની પરિકલ્પનાને સાકાર કરીને અમારી વ્હારે આવી તે બદલ અમે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ.
 અહેવાલ – અમિતસિંહ ચૌહાણ
       
                       








SHARE

Author: verified_user

0 comments: