સેવા સેતુ કાર્યક્રમ- પાંચમો તબક્કો
એક જ દિવસમાં ૨૫૭૫ અરજદારોને સ્થળ ઉપર જ
લાભાન્વિત કરવામાં આવ્યા
સેવા સેતુ કાર્યક્રમ નાગરિકોની
સાથે પશુઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી
આણંદ ::સેવા
સેતુ કાર્યક્રમ દ્વારા વ્યક્તિગત કામો માટે કલસ્ટર ગામોની વચ્ચે જઇ કામો કરવાનો નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા કરી તે દિશામાં કામો થઇ રહ્યા છે.લોકોના કામોનો ઝડપી નિકાલ થાય
તે માટે ગ્રામ્ય કક્ષાએ સ્થળ પર જ વહીવટી તંત્ર દ્વારા લોકોના વ્યક્તિગત પ્રશ્નોનો
નિકાલ લાવવામાં આવી રહયો છે.
જે અંતર્ગત આણંદ જિલ્લામાં આણંદ નગરપાલિકા
અંતર્ગત રૂપાપરા નગર પ્રાથમિક શાળા નં. ૭ માં વોર્ડ નંબર ૧૧,૧૨ તેમજ ૧૩ ના
નાગરિકો માટે , ખંભાત નગરપાલિકમાં શ્રી ગફુરભાઇ તુલસીઘર હોલ માં વોર્ડ નંબર ૪,૫,૬
નાગરિકો માટે અને ઓડ નગરપાલિક માં શ્રી એલ.એમ.પટેલ પ્રાકુમાર શાળા ના વોર્ડ નંબર ૧
થી ૩ના નાગરિકો માટે ગઇ કાલે તા. ૨૩-૧૦-૨૦૧૯ના રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં લાભાર્થીઓને સ્થળ
ઉપર આધારકાર્ડ, મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય
કાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા,સાતબાર/આઠ-અ ના પ્રમાણપત્રો આપવામાં
આવ્યા હતા.
આ સેવાસેતુ કાર્યક્રમમાં આણંદ નગરપાલિકામાં ૭૬૯ ખંભાત નગરપાલિકામાં-૬૫૩,
તેમજ ઓડ નગરપાલિકામાં ૧૧૫૩ આમ કુલ ૨૫૭૫ અરજીઓ મળી હતી . જે તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં
આવતાં અરજદારોને નિર્ધારીત લાભો સ્થળ ઉપર પ્રાપ્ત થયા હતા.




0 comments: