સૈારાષ્ટ્ર કક્ષાની શુટીંગબોલ સ્પર્ધામાં પોરબંદર અને રાજકોટ ગ્રામ્ય ટીમ વિજેતા
જૂનાગઢ,તા.૨૩ ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્રારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જુનાગઢ દ્રારા સંચાલીત ખેલમહાકુંભ સૌરાષ્ટ્ર ઝોનકક્ષા શુટીંગબોલ ઓપન એઇઝ તેમજ અબવ-૪૦ ભાઇઓની સ્પર્ધા જુનાગઢ ખાતેના કૃષિ યુનિવર્સીટી ખાતે યોજાઇ હતી. જેમાં ઓપનએજ ગૃપ ભાઇઓમાં સૌરાષ્ટ્રઝોનમાંથી ૧૪ ટીમ અને અબવ -૪૦ ભાઇઓમાં ૧૨ ટીમ હાજર રહી હત. ખુબજ જુસ્સાભેર યોજાયેલી રમતમાં ઓપનએજ ગૃપમાં પોરબંદર જિલ્લાની ટીમ વિજેતા બની હતી. ભાવનગર શહેરની ટીમ રનર્સઅપ રહી હતી. જયારે અબવ -૪૦ ભાઇઓમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની ટીમ વિજેતા બની હતી. દેવભૂમિ દ્રારકાની ટીમ રનર્સઅપ રહી હતી. વિજેતા ટીમ હવે સૌરાષ્ટ્ર કક્ષા તરફથી રાજયકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.

0 comments: