નેશનલ ડિઝાસ્ટર
મેનેજમેન્ટ ઓથોરિટી વડોદરા સહિત રસાયણ ઉદ્યોગો ધરાવતા ૬ જિલ્લાઓને આવરી લઈને રસાયણ
દુર્ઘટનાના પ્રબંધન વિષયક રાજ્યસ્તરની મોક એક્સસાઈઝ યોજશે..
એનડીએમએના સચિવ એન.
સી. મારવહે ૧૫ વિભાગો અને સંસ્થાઓના હોનારત પ્રબંધન આયોજન અને
ક્ષમતાઓની જાણકારી મેળવી..
વડોદરા -દેશમાં પ્રથમ પ્રયોગના રૂપમાં નેશનલ
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સંભવતઃ આગામી ઓક્ટોબરમાં રસાયણ ઉદ્યોગોની બહુતાયત
ધરાવતા વડોદરા સહિતના રાજ્યના ૬ જિલ્લાઓને આવરી લઈને રાસાયણિક અકસ્માતોના પ્રબંધન
વિષયક રાજયસ્તરની મોક એક્સરસાઇઝ યોજશે.એનડીએમે ના સદસ્ય અને સેવાનિવૃત્ત લેફ. જનરલ શ્રી એન.સી.મારવાહે આ મોક એક્સરસાઈઝની સફળતા માટે જરૂરી માર્ગદર્શન
આપતાં ઉપર મુજબની જાણકારી આપી હતી.
તેમણે વડોદરા રસાયણ
ઉદ્યોગનું હબ છે એ વાતને અનુલક્ષીને આજે કલેક્ટર કચેરીના ધારાસભા ખંડમાં યોજેલી
બેઠકમાં ૧૫ જેટલા સરકારી વિભાગો/સંસ્થાઓના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન્સનું નિદર્શન
નિહાળીને, ખાસ કરીને રાસાયણિક દુર્ઘટનાઓના સંદર્ભમાં
જિલ્લાની સુસજ્જતાની સમીક્ષા કરી હતી.
જિલ્લા કલેકટર
શ્રીમતી શાલિની અગ્રવાલે તેમને આવકાર્યા હતા અને આ દેશની પ્રથમ રાજ્ય કક્ષાની મોક
એક્સરસાઈઝના સફળ આયોજનમાં જિલ્લા પ્રશાશન ના પૂર્ણ સહયોગની ધરપત આપી હતી. બેઠક બાદ તેમણે રિલાયન્સ સાઇટ પર આવેલા અને ૧૯૯૪થી કાર્યરત ઓફસાઈટ
ઇન્ડસ્ટ્રીયલ ઇમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાત લઈને એની કાર્ય વ્યવસ્થા નિહાળી હતી. નિવાસી અધિક કલેકટરશ્રી દિલીપ પટેલે એમને જિલ્લા નિયંત્રણ કક્ષની મુલાકાત
કરાવી હતી અને કાર્ય વ્યવસ્થાની વિગતો આપી હતી.
તેમણે જણાવ્યું કે ઉદ્યોગો પોતાના સંકુલનો
ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનાવે તેની સાથે આસપાસના નિવાસીઓને હોનારત પ્રબંધન સાથે
જોડે,પબ્લિક અવેરનેસ કેમ્પેઇન કરે એ નિતાંત
જરૂરી છે.એન.ડી.એમ.એ ઔદ્યોગિક અને કુદરતી
હોનારતો ઉપરાંત સ્કૂલ સેફટી અને હોસ્પિટલ સેફટી મેનેજમેન્ટને અગ્રતા આપે છે. એમણે
વડોદરાની અને ગુજરાત રાજ્યની હોનારત પ્રબંધન માટેની સુસજ્જતાની દાખલારૂપ અને
અનુસરણને યોગ્ય ગણાવી હતી.
તેમણે જણાવ્યું કે છેલ્લા થોડા વર્ષોની સઘન અને
સતર્ક કામગીરીના અનુભવથી એન.ડી.આર. એફ.ની તમામ પ્રકારની
હોનારાતો પ્રસંગે બચાવ અને રાહતની કાબેલિયત નોંધપાત્ર બની છે.આ ઉપરાંત દેશની અર્લી
વોર્નીગ સિસ્ટમ્સ પણ વધુ સચોટ બની છે.
તેમણે જણાવ્યું કે
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ડિઝાસ્ટર રેસિલિએન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નો જે
વિચાર મુક્યો છે એને વિશ્વમાં આવકાર મળી રહ્યો છે.




0 comments: