Monday, 23 September 2019

બાકરોલમાં એન.સી.સી. કેડેટ્સ તેમજ C2C એનજીઓ દ્વારા ઇ-વેસ્ટ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળવા લોકોને પ્રેરવામાં આવ્યા

SHARE

બાકરોલમાં એન.સી.સી. કેડેટ્સ તેમજ C2C એનજીઓ દ્વારા ઇ-વેસ્ટ અને
 સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળવા લોકોને પ્રેરવામાં આવ્યા


ઘેર-ઘેર જઇ ઇ-વેસ્ટ કચરો ઉધરાવી નગરપાલિકાને તેનો નાશ કરવા માટે સોંપવામાં આવ્યા


આણંદ :- સમગ્ર ભારતભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાની મુહિમ ચાલી રહી છે ત્યારે આણંદ શહેરમાં પણ  જિલ્લા  દ્વારા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા  આ ચળવળ ને આગળ ધપાવવા વિવિધ સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમ ચલાવીને લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક ના વપરાશ અટકાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.


તાજેતરમાં જ વલ્લભવિધાનગરની વી.પી.સાયન્સ કોલેજમાં આવેલ એન.સી.સી. કેડેટ્સ તેમજ C2C એન.જી.ઓ. દ્વારા બાકરોલમાં જુદી જુદી જગ્યાએ ઇ-વેસ્ટ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક ના વપરાશને અટકાવવા માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. આણંદની યોગા ગર્લ જલ્પા કાછીયાની આગેવાનીમાં આ કાર્યક્રમને હાથ ધરીને ઘેર-ઘેર જઇ લોકોથી ઇ-વેસ્ટ  ઉધરાવવામાં આવ્યા હતા ત્યારબાદ આ ઇ-વેસ્ટ કચરાને વિધાનગર નગરપાલિકાને નાશ કરવા માટે સોંપી દેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક નો વપરાશ કરતા અટકાવવા માટે પણ પ્રેરવામાં આવ્યા હતા.




SHARE

Author: verified_user

0 comments: