Monday, 23 September 2019

ગુજરાતમાં સૌપ્રથમ પેપરલેસ ડિજિટલ પરીક્ષાઓ શરૂ કરવામાં ચારૂસેટ અગ્રેસર…

SHARE
ગુજરાતમાં સૌપ્રથમ પેપરલેસ ડિજિટલ પરીક્ષાઓ શરૂ કરવામાં ચારૂસેટ અગ્રેસર


ચારૂસેટ યુનિવર્સીટી અને સિંગાપોર સ્થિત કંપની લિટલમોર ઇનોવેશન લેબ્સ વચ્ચે એમઓયુ થયા, યુનિવર્સીટીનો પર્યાવરણ બચાવલક્ષી મહત્વનો નિર્ણય
આણંદ :  ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી , ચારૂસેટ, ચાંગા દ્વારા લેવાતી યુનિવર્સીટી પરીક્ષાઓ, પરીક્ષા  રિફોર્મ પ્રોગ્રામ અંતર્ગત હવેથી પેપરલેસ ડિજિટલ સિસ્ટમથી  લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજયભરમાં ચારૂસેટ યુનિવર્સીટી સૌ પ્રથમ આ સિસ્ટમ દાખલ કરી રહી છે. જેના ભાગરૂપે ઉત્તરવહીઓ, પ્રશ્નપત્રો, હૉલ ટિકિટ માં વપરાતા પેપરનો બચાવ થશે અને પર્યાવરણની જાળવણી થશે, સાથે સાથે પરીક્ષા પદ્ધતિ ની ગુણવત્તામાં વધારો થશે. જેના અનુસંધાને તાજેતરમાં ચારૂસેટ યુનિવર્સીટી અને સિંગાપોર સ્થિત કંપની લિટલમોર ઇનોવેશન લેબ્સ વચ્ચે સમજૂતીકરાર-એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તદઅનુસાર સિંગાપોર સ્થિત લિટલમોર ઇનોવેશન લેબ્સ, ચારૂસેટ યુનિવર્સીટીને આ સુવિધા પૂરી પાડશે.
ચારૂસેટ યુનિવર્સીટીમાં પરીક્ષા દરમિયાન વાપરવામાં આવતી હૉલ ટિકિટ, ઉત્તરવહીઓ, પુરવણીઓને બદલે   વિદ્યાર્થીઓને   ઇ-ટેબલેટ આપવામાં આવશે જેમાં હૉલ ટિકિટથી માંડીને પ્રશ્નપત્રો આપેલા હશે અને  આ જ ઇ-ટેબલેટમાં વિદ્યાર્થીએ જવાબ લખવાના  રહેશે.
વિદ્યાર્થીઓએ આપેલા ઉત્તરોનું મૂલ્યાંકન પણ કલાઉડ પ્લેટફોર્મ  મારફતે ઓનલાઈન થશે. જેથી યુનિવર્સીટીના પરિણામો ઝડપથી બહાર પાડી શકાશે. પરિણામ સ્વરૂપે યુનિવર્સીટી પરીક્ષા પદ્ધતિની વિશ્વસનીયતા વધુ સુદ્રઢ થશે , એટલું જ નહીં, પરીક્ષકોએ કરેલા મૂલ્યાંકનનું પણ તજજ્ઞો દ્વારા નિયમિત વિશ્લેષણ કરવામાં આવશે જેથી શિક્ષણની ગુણવત્તામાં પણ ઉત્તરોત્તર વધારો કરી શકાશે.
પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી દ્વારા ડિજિટલ  એક્ઝામીનેશન અમલીકરણના અભિયાન અન્વયે આ પગલું ભરવામાં આવ્યું છે.
સમજૂતીકરાર-એમઓયુ પર હસ્તાક્ષર દરમિયાન ચારૂસેટ યુનિવર્સીટી તરફથી રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, એડવાઈઝર અશોક પટેલ , એડવાઈઝર પ્રો. એચ. જે. જાની, ઇ-ગવર્નન્સ સિસ્ટમના કો-ઓર્ડિનેટર ડૉ. અતુલ પટેલ,  એક્ઝામીનેશન સેક્શનના ઓએસડી ડૉ. અમિત ઠક્કર, ડેપ્યુટી રજીસ્ટ્રાર (એકેડેમીક એન્ડ એક્ઝામ સેક્શન) ડૉ. હરીશ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે લિટલમોર ઇનોવેશન લેબ્સ તરફથી પ્રેસિડેન્ટ બીજુ ઝાચારિયાહ, વાઇસ  પ્રેસિડેન્ટ (સોલ્યુસન્સ એન્ડ સેલ્સ), અમિત દેસાઇ, સિનિયર મેનેજર પ્રતિક પટેલ હાજર રહ્યા હતા, 
ચારૂસેટ યુનિવર્સીટીના પરીક્ષા સુધારણા એકમ દ્વારા પરીક્ષાલક્ષી પદ્ધતિમાં નવતર પ્રયોગો સમયાનુસાર હાથ ધરવામાં આવે છે જેના ફળસ્વરૂપે વિદ્યાર્થીઓને પરિક્ષાના પરિણામો સમયસર પ્રાપ્ત થાય છે. સાથે સાથે ટ્રાન્સ્ક્રીપ્ટ તથા પ્રોવિઝનલ ડિગ્રી પ્રમાણપત્રો પણ વિદ્યાર્થીઓને પરિક્ષાના પરિણામની સાથે જ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ચારુસેટને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) દ્વારા ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીની 'ગ્રેડ સાથે માન્યતા પ્રાપ્ત થયેલ છે.
પેપરલેસ ડિજિટલ યુનિવર્સીટી એક્ઝામીનેશન સિસ્ટમના અમલીકરણ ચારુસેટના શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે વિશેષ તાલીમી વર્ગો  યોજવામાં આવશે.  તેમજ સપ્ટેમ્બર 2019માં લિટલમોર ઇનોવેશન લેબ્સ દ્વારા ચારૂસેટ યુનિવર્સીટીમાં પેપરલેસ  ડીઝીટલ એક્ઝામીનેશનનો પ્રયોગ હાથ ધરવામાં આવશે.
 આ સમજૂતી કરારને ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી.એ. પટેલ –કિરણભાઈ પટેલ, મંત્રી ડૉ. એમ. સી. પટેલ, પ્રોવોસ્ટ ડૉ. પંકજ જોશી, ટ્રસ્ટીઓ, સલાહકારશ્રીઓ, હોદ્દેદારો તેમજ  વિવિધ ફેકલ્ટીના પ્રિન્સીપાલો –ડીન વગેરેએ બિરદાવ્યા  છે અને આ પ્રથાનો અમલ કરવા શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ 

SHARE

Author: verified_user

0 comments: