Tuesday, 24 September 2019

વિદ્યાર્થીઓમાં નૈતૃત્વ કૌશલ્ય વિકાસ કેળવણી માટે " ફાઈન્ડિંગ રીડર ઇન યોર સેલ્ફ" વર્કશોપનું આયોજન.

SHARE
વિદ્યાર્થીઓમાં નૈતૃત્વ કૌશલ્ય વિકાસ કેળવણી માટે " ફાઈન્ડિંગ રીડર ઇન

યોર સેલ્ફ" વર્કશોપનું આયોજન.




આણંદ -એસ. વી.આઈ. ટી. દ્વારા "ફાઇન્ડિંગ લીડર ઇન યોર સેલ્ફ" પર ત્રિદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ કોમ્પિટિટિવ નેસ માઈન્ડસેટ ઇન્સ્ટિટયૂટ, અમેરિકા તથા આઈ. આઈ. ટી., ગાંધીનગર ના સહયોગથી જી. ટી.યુ. ઝોન - ૩ માં એસ. વી.આઈ.ટી. ખાતે સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. હાલના સમયમાં માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં પરંતુ પ્રેક્ટીકલ જ્ઞાન પણ હોવું જરૂરી છે એટલે કે સ્કીલ,  કૌશલ્ય પર પણ એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં લીડરશીપ ના ગુણ કેળવાય અને નોકરીમાં તેઓ ગુલામ તરીકે નહીં પરંતુ નીડર થઈને જોખમ પડીને પોતાના સાહસનો પરિચય આપી શકે અને કંઈક નવું કરી શકે તે હેતુ થી નેતૃત્વ કૌશલ્ય ના ગુણો શીખવા માટે, વિદ્યાર્થીઓ માં રહેલી શક્તિ ઓ બહાર લાવવા માટે આ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્કશોપ નું મુખ્ય આકર્ષણ થિયરી ની સાથે-સાથે વન ટુ વન પ્રેક્ટીકલ  શેસન રહ્યું હતું. જેમાં દરેક વિદ્યાર્થી ને વ્યક્તિગત રૂપ થી માહિતી અને જ્ઞાન આપવામાં આવ્યું હતું.

આ પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ તરીકે  ભાસ્કરભાઈ પટેલ (ચેરમેન- એસ.વી.આઈઈ.ટી), ભાવેશભાઈ પટેલ (સેક્રેટરી એસ. વી.આઈ. ટી.)ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્કશોપ માં  ડૉ.વિરાજ વોરા (ડેન્ટલસટ  અને મોટીવેશન લ સ્પીકર), શ્રીમતી ઉમા, શ્રીમતી અનુજા, શ્રીમતી બિના, (કોમ્પિટિટિવ નેસ માઈન્ડસેટ ઇન્સ્ટિટયૂટ, ગાંધીનગર) ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને તેમનું વ્યક્તિત્વ વિકાસ માટે ટીપ્સ આપી હતી.જેથી વિદ્યાર્થીઓ ની અંદર રહેલી શક્તિઓને બહાર આ‌વે અને તેઓ ના સ્વર્ગીય વિકાસ થાય તે માટે ના લેક્ચર ત્યાર પછી વન ટુ વન સેશન કરી ને તેમને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.આવનાર સમયમાં સમાજ ને ફકત ભણેલા-ગણેલા ફોલોઅર નહીં પરંતુ સમાજને લીડર ની જરૂર છે તેથી કરીને વિદ્યાર્થીઓ આગળ આવે અને કંઈક ઇનોવેટિવ કાર્ય દ્વારા પોતાની એક અલગ પહેચાન ઉભી કરી શકે તે હેતુથી find the leader in you પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સમગ્ર આયોજન ડૉ.એ. કે. અધિકારીની અધ્યક્ષતામાં એ. એસ. એન્ડ એચ. ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ, સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ  શ્રી દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી શુભેચ્છા ઓ પાઠવવા મા આવી હતી.

SHARE

Author: verified_user

0 comments: