ખેડા જિલ્લામાં શાળા સલામતી સપ્તાહ ઉજવણીનો ડુમરાલથી પ્રારંભ
જી.એસ.ડી.એમ.એ. ના અધિક મુખ્ય કારોબારી અધિકારી શ્રી વિક્ટર મેકવાને
દેથલી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી
શાળા સલામતી સપ્તાહ દરમિયાન જિલ્લામાં ૪૫ મેગા ઇવેન્ટ યોજાશે
પ્રાથમિક શાળાઓમાં આપદા પ્રબંધન અંગે વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને અપાયું માર્ગદર્શન
નડિયાદ: ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી શાળા સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લાની તમામ ૧૩૮૫ પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો ડુમરાલ પ્રાથમિક શાળા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શાળા સલામતી સપ્તાહની ઉજવણી દરમિયાન ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિક મુખ્ય કારોબારી અધિકારીશ્રી વિક્ટર મેકવાને દેથલી પ્રાથમિક શાળાની મુલાકાત લઇ શાળા સલામતી સપ્તાહ નિમિત્તે એસ.આર. પી ટીમ દ્વારા સંભવિત આપદા સમયે બચાવ-રાહત અને સારવારની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
અધિક મુખ્ય કારોબારી અધિકારીશ્રી વિક્ટર મેકવાને શાળાના વિદ્યાર્થીઓને કુદરતી આપત્તિઓ જેવી પૂર, ભૂકંપ, વાવાઝોડું, આગના સમયે લેવાના સાવચેતીના પગલાં અંગે વિસ્તૃત સમજ આપી હતી.
તેમણે જણાવ્યું કે, શાળા સલામતી સપ્તાહ દરમિયાન ખેડા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં સંભવિત કુદરતી આપદાઓને પહોંચી વળવા શાળાના માળખાગત અને બિન માળખાગત જોખમો તેમજ પ્રાથમિક સારવાર અને શોધ બચાવ કામગીરીની શિક્ષકોને તથા બાળકોને તાલીમ આપવામાં આવી રહી છે.
શાળા સલામતી સપ્તાહનો ગાંધીનગર ખાતેથી શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમનું જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં બાયસેગના માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જીએસડીએમના જિલ્લા પ્રોજેકટ ઓફિસર સાચી દેસાઇએ જણાવ્યું કે, શાળા સલામતી સપ્તાહ દરમિયાન ખેડા જિલ્લામાં આપદા પ્રબંધન અંગે પ્રાથમિક શાળાઓમાં ૪૫ જેટલા મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. યોજાશે. પ્રાથમિક શાળાઓમાં સંભવિત કુદરતી આપત્તિઓ અંગે બચાવ-રાહતની કામગીરી કેવી રીતે કરવી તે અંગે ફર્સ્ટ એડ નિદર્શન, એન.ડી.આર.એફ દ્વારા બચાવ રાહતનું ડેમોસ્ટ્રેશન, ફાયર સેફ્ટી ડેમોસ્ટ્રેશન, ૧૦૮ ની કામગીરીનું નિદર્શન જેવી પ્રવૃત્તિઓ દ્વારા શાળાના બાળકો અને શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ખેડા જિલ્લામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણીનું જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં અસરકારક આયોજન કરવામાં આવ્યું હોવાનું સાચી દેસાઇએ જણાવ્યું છે.
ખેડા જિલ્લામાં શાળા સલામતી સપ્તાહનું કલેક્ટરશ્રી સુધીર પટેલના માર્ગદર્શન હેઠળ જી.એસ.ડી.એમ.એ. ના ડીપીઓશ્રી સાચી દેસાઇ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રાંત અધિકારી સંદિપ શર્મા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આર.બી.ડાભી, મામલતદાર ડીઝાસ્ટર એચ.બી.રાઠોડ, જીગનેશ પટેલ, બી.આર.સી, સી.આર.સી, સરપંચ સહિત સભ્યો હાજર રહ્યા હતા.

0 comments: