Wednesday, 25 September 2019

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તારાપુર તાલુકાના લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાકીય લાભો સાધન સહાય ચેક એનાયત કરાયા

SHARE

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તારાપુર તાલુકાના લાભાર્થીઓને
સરકારની વિવિધ યોજનાકીય લાભો સાધન સહાય ચેક એનાયત કરાયા


જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ જનવિકાસ ઝુંબેશમાં ૫૦૦૦૦ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે


૧૦૦૦ લાભાર્થીઓને લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા

અત્યારસુધીમાં તારાપુર તાલુકાના કુલ ૯૦૦૦ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત થયા.
આણંદ– સામાન્ય માણસને એક જ સ્થળેથી સરકાની વિવિધ યોજનાઓની સહાય મળી શકે તે હેતુસર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી જિલ્લા પ્રશાસન આણંદ દ્વારા તારાપુર તાલુકામાં જનવિકાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા વહીવટીતંત્રને જિલ્લાના તાલુકાઓ પૈકી કોઇપણ એક તાલુકાની પસંદગી કરી તાલુકાનો સર્વાંગી વિકાસ કરવા કરેલ સુચનને ધ્યાને લઇ જિલ્લા કલેક્ટરશ્રી દિલીપ રાણાએ તારાપુર તાલુકાની પસંદગી કરી છે.
જેના ભાગરૂપે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના લાભાર્થીઓને આજે આણંદ ખાતે એમ.બી.પટેલ સાયન્સ કોલેજમાં યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સરકારની વિવિધ યોજનાઓ ના  પ્રતિકસ્વરૂપે ૨૧ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી.
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ઝુંબેશ  હેઠળ ૯-૯-૨૦૧૯ થી કામગીરી હાથ ધરવામાં આવી  છે જે ૯-૧૦-૨૦૧૯ સુધીમાં તારાપુર તાલુકાના ૪૨ ગામોના દરેક લાભાર્થીઓને યોજનાકીય લાભથી લાભાન્વિત કરવાનો લક્ષ્યાંક છે. આ કામગીરીમાં જિલ્લા વહીવટીતંત્રના વર્ગ-૧ ના અધિકારીઓ દ્વારા ૩૦ દિવસમાં ૫૦ હજાર લાભાર્થીઓ સુધી સરકારશ્રીની યોજના પહોંચાડવાની દિશામાં કાર્યરત છે જેમાંથી અત્યાર સુધીમાં ૯ હજાર જેટલા લાભાર્થીઓને આ યોજના હેઠળ  લાભાન્વિત કરવામાં આવ્યા છે.
તદનુસાર આજે  આયુષ્યમાન ભારત યોજનાના સાંસેદા ખડકી ગામના લાભાર્થી શ્રીમતી દક્ષાબેન પ્રવિણભાઇ આચાર્ય, તેમજ રાહુલભાઇ પરમાર, કૃષિ વિભાગની વિવિધ યોજના પૈકી સબમિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેન યોજનાના  લાભાર્થી ગોરાડ ગામના વતની શ્રી બહાદુરસિંહ ગોહિલ તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના ના લાભાર્થી ઇસરવાડા ગામના વતની શ્રી ભરતભાઇ  સોલંકી,  સમાજસુરક્ષા વિભાગ દ્વારા વિવિધ યોજના  જેવી કે વિધવા સહાયના તારાપુર ગામના લાભાર્થી શ્રીમતી મણીબે્ન કટારીયા, વૃધ્ધા પેન્શન ના ઉંટવાટા ગામના લાભાર્થી સોલંકી જડીબેન તેમજ વૃધ્ધ સહાય ના ગોરાડ ગામના લાભાર્થી કૈલાસબેન ગોહિલ , સંકટમોચન યોજના દુગારી ગામના લાભાર્થી લીલાબેન ભરવાડ, પુરવઠા વિભાગ ની અન્નબ્રહ્મ્ યોજનાના તારાપુર ગામના લાભાર્થી ચંપાબેન ગરાસીયા, બેંક સહાયમાં પાદરા ગામના લાભાર્થી રાજુભાઇ રાણા, તેમજ સાઇનાથ ,  ઝુંપડ પટ્ટી વીજળીકરણ યોજના ના લાભાર્થી વરસડા ગામના ઉદાભાઇ વાધરી, સમાજ કલ્યાણ વિભાગની ડૉ.આંબેડકર આવાસ યોજનાના વરસડા ગામના લાભાર્થી મોહનભાઇ પરમાર, કુંવરબાઇનું મામેરુ યોજનાના ભંડેરજ ગામના લાભાર્થી કામિનીબેન રોહિત,સમાજસુરક્ષા વિભાગની દિવ્યાંગ સહાય યોજના હેઠળ તારાપુર ગામના વતની પ્રદીપભાઇ ઠાકોરને સંતસુરદાસ યોજનાનો લાભ, તેમજ તારાપુર ગામના દિનેશભાઇ વાલ્મિક ને દિવ્યાંગ સાધન સહાય હેઠળ વ્હીલચેર, તારાપુર ગામના વતની મિત્તલબેન ચુનારા, સેજલબેન ચુનારા ને પાલક માતાપિતા યોજના હેઠળ લાભ, અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા આંતરજ્ઞાતિય લગ્ન સહાય હેઠળ તારાપુર ગામના લાભાર્થી જીજ્ઞેશભાઇ શ્રીમાળી અને રીનાબેન  પટેલ, તેમજ શિક્ષણ ગુણવત્તા પ્રોત્સહક સહાય અંતર્ગત તારાપુર ગામના લાભાર્થી ભુપેન્દ્રકુમાર જીયા, જીલ્લા  સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત વરસડા ગામના લાભાર્થી તળપદા વિજયભાઇ ને મુખ્યમંત્રી ના કરકમલ હસ્તે સાધન સહાય આપીને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.


SHARE

Author: verified_user

0 comments: