કોશિશ' કરનેવાલો કી કભી હાર નહીં હોતી
અમદાવાદ - 'કોશિશ' કરનેવાલો કી કભી હાર નહીં હોતી આ કહેવત સાર્થક કરી બતાવી છે અમદાવાદના પૂર્વી ત્રિવેદીએ. સીએન હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે તે દિવ્યાંગો માટે એક્ઝામમાં રાઈટર તરીકે જતા હતા. ત્યારથી જ તેમને દિવ્યાંગોની અપાર શક્તિઓનો પરિચય થયો અને ક્યારેક તેમની માટે કામ કરીશ તેવું નક્કી કર્યુ હતું. પછી તેમણે ફેશન ડિઝાઈનિંગ કર્યુ અને ઓસ્કાર નોમિનેટિડ ફિલ્મ ગુડ રોડમાં કામ કર્યુ. છેલ્લા 5 વર્ષ કરતાં વધારે સમયથી તે નવરાત્રિમાં દિવ્યાંગો માટે ચણિયાચોળી અને તેમની જરૂરિયાત પ્રમાણે કોઈપણ અપેક્ષા વિના કલેક્શન ડિઝાઈન કરી રહ્યા છે. તેમને આ કામ કરવાથી એક પ્રકારનો આત્મસંતોષ મળે છે.
3 ફૂટની ગૌરીને રમવા છે ગરબા -
અમદાવાદ શહેરની અંજલિ પાઠકને ગરબે રમવા માટે મિત્રોની મદદની જરૂર પડે છે. કેમ કે તે માત્ર 5 ટકા દ્રષ્ટિ જોઈએ છે. આ વર્ષે અંજલિએ કચ્છી નિયોન સ્ટાઈલના ચણિયાચોળી બનાવ્યા છે. માત્ર 3 ફૂટની ઉંચાઈ ધરાવતી ગૌરી વાઢેરે પણ નવરાત્રિમાં ઝૂમવા માટે અનોખી સ્ટાઈલમાં ચણિયાચોળી તૈયાર કરાવ્યા છે. આવી જ એક યુવતી છે રમા વડોદરા. જે નવરાત્રિમાં ગરબા રમવા માટે થનગની રહી છે.
2006થી કોશિશ કરી રહ્યુ છે અથાક પ્રયાસ -
આ દિવ્યાંગોના નવરાત્રિના પેશનથી લઈને ડ્રેસિંગથી સુધીની તૈયારી પર કામ કરે છે પૂર્વી કમલનયન ત્રિવેદી. જે વર્ષ 2006થી કોશિશ ઈનેશિયેટિવ અંતર્ગત નવરાત્રિમાં દિવ્યાંગો માટે કામ કરે છે. આ ગરબા પ્રેમીઓ યુવતીઓ માટે કોસ્ચ્યૂમ તૈયાર કરાવવામાં વ્યસ્ત છે. પૂર્વી ત્રિવેદી દિવ્યાંગો માટે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે.
by-kalpesh patel -9979407774,9879407774




0 comments: