Wednesday, 28 August 2019

જીટીયુ સ્વિમિંગ સ્પર્ધામાં એસ. વી. આઈ. ટી. વાસદ ના પ્રેમ મેનનનું સુંદર પ્રદર્શન

SHARE

જીટીયુ સ્વિમિંગ સ્પર્ધામાં એસ. વી. આઈ. ટી. વાસદ ના પ્રેમ મેનનનું સુંદર પ્રદર્શન



 આણંદ -તાજેતરમાં જીટીયુ સંલગ્ન 5 ઝોનની કોલેજો માટે સ્વિમિંગ સ્પર્ધા નું આયોજન વીવીપી કોલેજ રાજકોટ દ્વારા સરદાર સ્વિમિંગ પૂલ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું.ભાઈઓની સ્પર્ધામાં એસવીઆઈટી વાસદ ના દ્વિતીય વર્ષ આઈ સી માં અભ્યાસ કરતો પ્રેમ મેનને 50*4 વ્યક્તિગત મિડલે માં ગોલ્ડ મેડલ મેળવ્યો અને ઉપરાંત 50 મીટર ફ્રી સ્ટાઇલ 100 મીટર ફ્રી સ્ટાઇલ 50 મીટર બ્રેસ્ટ સ્ટોક અને 50 મીટર બટર ફ્લાય આમ કુલ સિલ્વર મેડલ મેળવી સમગ્ર સ્પર્ધામાં વ્યક્તિગત એક ગોલ્ડ અને ચાર સિલ્વર સાથે ૨૩ પોઇન્ટ મેળવી ઓવર ઓલ ત્રીજા સ્થાને રહી એસ વી આઈ ટી વાસદ નું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું હતું.એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી ખેલાડીઓ અને કોચ ને શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી.
SHARE

Author: verified_user

0 comments: