Wednesday, 28 August 2019

આપણા ભારતના ભૂતપૂર્વ નાણા/સંરક્ષણ પ્રધાન તથા ભારતીય જનતા પાર્ટીના દીગ્ગજ નેતા માનનીયશ્રી અરૂણ જેટલીજીને ઑફ બી.જે.પી દ્વારા શ્રધ્ધાંજલી

SHARE
આપણા ભારતના ભૂતપૂર્વ નાણા/સંરક્ષણ પ્રધાન તથા ભારતીય જનતા પાર્ટીના દીગ્ગજ નેતા માનનીયશ્રી અરૂણ જેટલીજીને ઑફ બી.જે.પી દ્વારા શ્રધ્ધાંજલી

       આપણા ભારતના ભૂતપૂર્વ નાણા/સંરક્ષણ પ્રધાન તથા ભારતીય જનતા પાર્ટીના દીગ્ગજ નેતા માનનીયશ્રી અરૂણ જેટલીજી ના દેહવિલયના સમાચારથી સૌમાં ગમગીની છવાઈ હતી... ઑફ બી.જે.પી. ગ્રેટર એલ.એ.ના કાર્યકરો પણ સ્વ.જેટલીજીના દેહાવસાન નિમિત્તે અત્રેના એનાહેમ ખાતેના ગાયત્રી મંદિરના મીટીંગ હોલમાં શ્રધ્ધાંજલી અર્પવા મળ્યા હતા...  શ્રી પી.કે. નાયકના સંચાલનમાં કાર્યકરોએ શ્રધ્ધાંજલી પાઠવી હતી. કાર્યક્રમની શરુઆત ભજન દ્વારા થઈ.... ત્યાર બાદ શ્રી પ્રણવ દેસાઈએ શ્રીમાન જેટલીજી ના રાજકીય કાર્યકાળમાં લેવાયેલા વિવિધ નિર્ણયોની છણાવટ કરી હતી... જ્યારે કાર્યકર્શ્રી જીતું પટેલે તેમના ગુજરાતના રાજ્યના રાજ્યસભાના સભ્ય તરીકે ના સમયકાળને યાદ કર્યો. ડૉ.રંગેશ ગડકલીએ જેટલીજીના વિરોધ પક્ષના અગ્રગણ્ય નેતાઓ સાથેના સંર્પક અને સબંધોને બિરદાવ્યા. શ્રી સુરેશ્ભાઈ જૈને નવકાર મંત્ર દ્વારા અંજલી પાઠવી ... ગુજરાત દર્પણના  હર્ષદરાય શાહ અને કાન્તિભાઈ મિસ્ત્રી એ તેમની લાંબી કારકિર્તીને યાદ કરી ભાવાજંલી અર્પણ કરી.
    બાબુભાઈ ગાંધીએ જેટલી માં વિદુર અને ચાણક્ય નિતિના પ્રહરી તરીકે યાદ કર્યા. વિજય પાટીલે કટોકટી દરમ્યાન જેટલીજી ને થયેલ જેલવાસની યાદ કરાવી. અમ્રુત ભંડારીએ તેમના યુવા નેત્રુત્વ થી શરુ કરીને રાસ્ટ્ર કક્ષાએ અગ્રીમ નેતા તરીકેની તેમની પ્રતિભાને અંજલી આપી. આ તબ્બકે શ્રી રમેશ ચોપરા તથા શ્રીમાન મનુંભાઈ પટેલે પ્રાસંગીક પ્રવચન કરીને જેટલીજીના જીવન કાળની સરાહના કરીને તેમના રાષ્ટ્ર પ્રેમને બિરદાવ્યો. 
          અંતે રાજુભાઈ પટેલ (ગાયત્રી મંદિર ) શંકરભાઈ બારોટ દ્વારા શાંતી પાઠ કરીને પુનઃ સદ્દગત શ્રી અરુણ જેટલીજી ના આત્માને શાંતી પ્રદાન થાય તથા તેમના કુટુંબીજનોને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રથના કરી.... ઓફ બી.જે.પી. લોસએન્જલસ તેમજ વિશ્વભરના કાર્યકરોને તેમના જીવનમાંથી પ્રેરણા મળે તેવી પ્રથના કરવામાં આવી.                                                                
             ( માહિતી: હર્ષદરાય શાહ અને તસ્વિર: કા ન્તિભાઈ મિસ્ત્રી. કેલિફોર્નિયા).
                                                                          
SHARE

Author: verified_user

0 comments: