મહુધા તાલુકાના તોરણીયા ખાતે કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઇ
ગ્રામજનોએ વિદ્યાર્થીઓ માટે એસ.ટી. બસની સુવિધા
પૂરના પાણી અટકાવવા માટે સંરક્ષણ દિવાલ બનાવવા જેવા પ્રશ્નોના રજૂ કર્યા
કલેકટરશ્રી સુધીર પટેલે ગ્રામજનોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ કરવા સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ આપી સૂચનાઓ
ઉજ્જવલા યોજના વિધવા સહાયના મંજૂરી હૂકમોનું
કલેક્ટરશ્રીના હસ્તે લાભાર્થીઓને વિતરણ
નડિયાદ- ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેનો હકારાત્મક ઉકેલ કરવાની નવતર પહેલના ભાગરૂપે કલેકટરશ્રી સુધીર પટેલની ઉપસ્થિતિમાં મહુધા તાલુકાના તોરણીય ખાતે રાત્રી સભા યોજાઇ હતી.
આ રાત્રી સભામાં ગ્રામજનો દ્વારા શાળાના સમયે વિદ્યાર્થીઓ માટે એસ.ટી. બસની સુવિધા આપવા, તોરણીયા ગામ નદી કિનારે હોવાથી પૂરના પાણી અટકાવવા માટે સંરક્ષણ દિવાલ બનાવવા, ગામને જોડતા રસ્તામાં ચોમાસમાં પાણી ફરી વળતા તેના ઉકેલ માટેના પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેકટરશ્રી સુધીર પટેલે ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેનો હકારાત્મક ઉકેલ કરવા સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
કલેક્ટરશ્રીના હસ્તે ઉજ્જવલા યોજના તથા વિધવા સહાય- વયવંદના, તેમજ વૃધ્ધ સહાયના મંજૂરીના હૂકમોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
ગ્રામજનોની પાયાની સુવિધાઓની મુખ્ય માંગણીઓ વહેલી તકે ઉકેલાશે તેમ જણાવતા જિલ્લા કલેકટરશ્રી સુધીર પટેલે કેન્દ્ર સરકારની બી.પી.એલ લાભાર્થીઓ માટેની ઉજજવલા યોજના, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી કિશાસ સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી સિંચાઇ યોજનાનો લાભ લેવા અનુરોધ કરી ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લઇ તેનો સકારાત્મક ઉપયોગ કરવા જણાવ્યું હતું.
વિવિધ વિભાગના અધિકારીઓએ કેન્દ્ર/રાજય સરકારની વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને જણાવ્યું હતું.
આ રાત્રિ સભામાં ધારાસભ્યશ્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા, પ્રાંત અધિકારીશ્રી ઉમંગ પટેલ, મામલતદારશ્રી જી.આર.પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારીશ્રી રણજીત કટારીયા, સરપંચશ્રી તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ પદાધિકારીઓ અને ગ્રામજનોઉપસ્થિત રહયા હતા.


0 comments: