Friday, 9 August 2019

નડિયાદમાં મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત મહિલા સ્વચ્છતા દિન ઉજવાયો

SHARE


નડિયાદમાં મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત મહિલા સ્વચ્છતા દિન ઉજવાયો


નડિયાદ- મહિલાઓને તો સ્વચ્છતાના પાઠ ન ભણાવવાના હોય સ્વચ્છતા તો તેમના લોહીમાં છે અને  સ્વચ્છતા તેમનામાં રહેલો મહત્વનો ગુણ છે. જેમ ઘરને સ્વચ્છ રાખીએ છીએ તેમ આપણા આંગણા, શેરી અને શહેરને પણ સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌ કોઇની છે. સ્વચ્છતાની કામગીરી ફક્ત સફાઇ કામગીરી કરતાં કર્મચારીની જ નહીં આપણા સૌ કોઇની નૈતિક જવાબદારી છે

નડિયાદ નગરપાલિકા ખાતે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિનની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર સ્વચ્છતા બાબતે ગંભીરતાથી અનેક પ્રકારના આયોજન કરીને આ વિષયને સામાન્ય લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરે છે ત્યારે સૌ કોઇએ સ્વચ્છતાને પોતાની નૈતિક ફરજ સમજવાની જરૂર છે. સ્વચ્છતાથી અનેક પ્રકારના ફાયદાઓ છે, સ્વચ્છતાથી આપણી આવતી પેઢી પણ નિરોગી થશે. કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને સ્વચ્છતાનો વિષય સામાન્ય લોકો સુધી પહોંચાડવા અનુરોધ કરાયો હતો. આ પ્રસંગે નગરપાલિકાના સફાઇ સેવકોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
પ્રારંભમાં નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર ગરવાલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભૂમિબેન દવે તથા ક્રિષ્‍નાબેન દેસાઇ સહિત મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો, સફાઈ કર્મચારી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલીકાના કર્મચારીઓએ કાર્યક્રમ સફળ  બનાવવા જહેમત ઉઠાવી હતી.
SHARE

Author: verified_user

0 comments: