આણંદ જિલ્લા
વહીવટીતંત્ર જનજીવનને પૂર્વરત બનાવવા ખડેપગે
ધોરા ગામના
૭૦ લોકોનું સલામત રીતે સ્થળાંતર
આરોગ્ય-વન-
સિંચાઇ અને માર્ગ મકાન વિભાગ
સહિત સમગ્ર વહિવટી તંત્ર કામે લાગ્યું
આણંદ: ભારે
વરસાદની આગાહી વચ્ચે સમગ્ર આણંદ જિલ્લામાં મેઘરાજા અવિરત હેત વરસાવીને જિલ્લાના તમામ તાલુકાઓમાં
મન મૂકીને વરસ્યા હતા. જેને લઈને અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.
તો કેટલાંક સ્થળોએ ઝાડ પડી જવાનો બનાવો બનવા પામ્યા હતા. જિલ્લાના પ્રજાજનોને
કોઈ તકલીફનો સામનો કરવો ન પડે અને જનજીવન પૂર્વરત રહે તે માટે જિલ્લા કલેકટર
શ્રી દિલીપ રાણાના સીધા માગદર્શન હેઠળ
જિલ્લા અને તાલુકા વહીવટીતંત્ર સતત ખડેપગે ફરજો અદા કરી રહયું છે.
તદઅનુસાર જિલ્લાના ધોરા ગામે પાણી ભરાઈ
જવાના કારણે ૭૦ પરિવારોનું સલામત રીતે સ્થળાંતર કરાવીને તેઓને કોઈ5ણ
પ્રકારની તકલીફ ન પડે તે માટે રહેવા-જમવા અને આરોગ્યની તમામ સેવાઓ ઉપલબ્ધ
બનાવવામાં આવી હતી.
જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલ ગામે ભારે
વરસાદના કારણે એક મકાન પડી જવા પામ્યું હતું. આ મકાન માલિકને તાત્કાલિક
સરકારશ્રીના ધારાધોરણ અનુસાર સહાય ચૂકવી આપવામાં આવી છે.
જિલ્લાના વિવિધ સ્થળોએ ઝાડ પાડી જવાના
કે પાણી ભરાઈ જવાના અને વીજપ્રવાહ ખોરવાઈ જવાના અનેક બનાવો બનવા પામ્યા હતા. જેને
ઘ્યાને લઈને વનવિભાગ,
સિંચાઇ કાંસ વિભાગ અને
એમ.જી.વી.સી.એલ.ની ટીમો સતત દોડતી રહી હતી અને નાગરિકો તેમજ વાહનચાલકોને કોઈ અવરોધ
ન રહે તે રીતે કામગીરી પાર પાડીને જનજીવન પૂર્વરત બની રહે તેવી રીતે કામગીરી પુરી
કરી હતી.
મોગર ગામે પાણી ભરાઈ જવાનો કાયમી ધોરણે નિકાલ
થાય તે માટે યુઘ્ધના ધોરણે કામગીરી હાથ
ધરવામાં આવી છે. આ ઉપરાંત ગામની સોસાયટીમાં તળાવનું પાણી ભરાઈ જતા વધુ પાણી
સોસાયટીમાં ભરાઈ ન જાય તે માટે યુઘ્ધના ધોરણે વહીવટીતંત્ર દવારા તળાવના વધારાના
પાણીને નજીકના કાંસ તરફ વાળવાની કામગીરી કરવામાં આવી હતી.
ગામડી, મોગર, બામણગામ, ખડસોલ-કોઠાવી જેવા વિસ્તારોમાં ઝાડ પડવાના
અને કાંસમાં પાણી ભરાઈ જવાના સમયે યુઘ્ધના
ધોરણે કામગીરી હાથ ધરીને અવરોધો દૂર કરવામાં આવ્યા હતા.
જિલ્લાના આરોગ્ય વિભાગ દવારા રોગચાળો
ફાટી ન નીકળે અને નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે પાણીનું
કલોરીનેશન કરવામાં આવી રહયું છે અને ગ્રામજનોને આ અંગેની સમજ આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત ડી.ડી.ટી. પાવડરનો છંટકાવ અને મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે સંબંધિત
નગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગ દવારા ફોગીંગ મશીનથી છંટકાવ કરવામાં આવી રહયો
છે.
માગ અને મકાન વિભાગ દવારા આણંદ-કરમસદ રોડ ઉપર પડેલા ગાબડાં પુરા
કરવાની યુઘ્ધના ધોરણે હાથ ધરીને રસ્તાને
સરળ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજ રીતે જિલ્લાના અન્ય માગોની કામગીરી
કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ખંભાતમાં
ભારે વરસાદ 5ડયો ત્યારથી
જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિતપ્રકાશ
યાદવ સહિત સમગ્ર જિલ્લા-તાલુકા વહીવટીતંત્ર આજદિન સુધી સતત રાઉન્ડ ધ કલોક
કામગીરી કરી રહયું છે.
જિલ્લામાં જયાં જયાં પાણી ભરાયા હતા તે
તમામ સ્થળે જેસીબી મશીનથી કામગીરી હાથ ધરવામાં આવી હતી તેટલું જ નહીં પાણીનો
હંગામી ધોરણે નહીં પણ કાયમી ધોરણે નિકાલ થાય તેવી રીતે કામગીરી કરવામાં આવી રહી
છે.
જિલ્લાના નાગરિકો તરફથી જે કોઈ ફરિયાદો
મળતી હતી અને મળી રહી છે તેને વહીવટીતંત્ર દવારા ગંભીરતાથી લઈને તેનો નિકાલ કરવામાં
આવી રહયો છે.
બોરસદ તાલુકાના ઝારોલા ગામ ખાતે મકાનની
નુકશાની પેટે સુરેશભાઈ રવજીભાઈ જાદવને રૂપિયા ચેક નુકસાની સહાય પેટે તેમજ ખંભાત
ખાતે મફતભાઈ હીરાભાઈ ખલાસીને ઝૂપડાની નુકશાની પેટે રૂપિયા ૨૫૦૦/- ની સહાય ચૂકવણી
કરાઇ મલતદાર દ્વારા ચૂકવાઇ જિલ્લાના પુરગ્રસ્તોને ફુડ પેકેટનું વિતરણ કરવામાં
આવ્યું.
આણંદ જિલ્લાના
નગરપાલિકા વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર માં આરોગ્ય વિભાગ દ્વારા એપ્લિકેશન દવા છંટકાવ
ફોગીગ આણંદ કરમસદ રસ્તા ઉપર પડેલા નાના મોટા ખાડા અને ગાબડા પુરાણ કરી રસ્તા ને
સરળ કરવાની કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે
જિલ્લાની આણંદ, ખંભાત,
કરમસદ, વિદ્યાનગર, ઉમરેઠ,
આંકલાવ, સોજિત્રા સહતિ તમામ નગરપાલિકાઓ,
જિલ્લા-તાલુકા તંત્ર સહિત
તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને કમયોગીઓ, તલાટી-કમ-મંત્રીશ્રીઓ
અને ગ્રામ્ય કમયોગીઓ આ કામગીરી સતત જોતરાયેલા રહયા હતા.
આમ, જિલ્લા કલેકટર શ્રી દિલીપ
રાણાના સીધા માગદર્શન હેઠળ સમગ્ર વહીવટીતંત્રએ સતત ખડેપગે પોતાની ફરજો અદા કરીને
જિલ્લાના જનજીવનને બહુ અસર થવા પામી નહોતી.





0 comments: