ઉમરેઠ -ઉમરેઠના લાલ દરવાજા ખાતે આવેલ દેવાંગ મહેતા કૌશલ્ય કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને રોજગાર લક્ષી તાલીમ આપવાનો કાર્યક્રમ સ્વ.દેવાંગ મહેતાની પુણ્યતિથિના દિવસે દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ નટરાજન એજ્યુકેશન સોસાયટી દ્વારા સદર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. ૨૦૧૮-૧૮ વર્ષ દરમ્યાન કુલ ૨૦૦ વિધ્યાર્થીઓને સદર કેન્દ્રમાં તાલીમ આપવામાં આવી હતી જે માંથી ૧૮૦ વિદ્યાર્થીઓને રોજગારીની તક પુરી પાડવામાં આવી હતી હાલમાં ૩૫ વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. જે સમયે ન.પાલીકાના પ્રમુખ સંગીતાબેન પટેલ, ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, સામાજિક અગ્રણી સુભાષભાઈ શેલત સહીત વહેપારીઓ, વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓ ઉપસ્થીત રહ્યા હતા અને કૌશલ્ય કેન્દ્ર અંગે પોતાનો મત પ્રગટ કર્યો હતો
0 comments: