Tuesday, 27 August 2019

નર્મદા ડેમમાં ૪,૯૨,૦૭૩ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૩,૭૦,૧૯૨ ક્યુસેક પાણીનો આઉટફલો: ડેમના ૧૫ ગેટ ખુલ્લા

SHARE

તા. ૨૬ મી એ સરદાર સરોવર નર્મદા ડેમની બપોરે :૦૦ કલાકે
૧૩૩.૮૩ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ


નર્મદા ડેમમાં ૪,૯૨,૦૭૩ ક્યુસેક
 પાણીના ઇનફલો સામે ૩,૭૦,૧૯૨ ક્યુસેક પાણીનો આઉટફલો: ડેમના ૧૫ ગેટ ખુલ્લા


ભૂગર્ભ જળ વિદ્યુત મથકના ૬ યુનિટ ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસના
૩ યુનિટ દ્વારા સતત થઇ રહેલું વિજ ઉત્પાદન


તા. ૯ મી ઓગષ્ટથી ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા કુલ ૨૭,૩૨,૨૭૪
મેગાવોટ 

રાજપીપલા :- નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં આજે તા. ૨૬ મી ઓગષ્ટ, ૨૦૧૯ ને સોમવારના રોજ બપોરે :00 કલાકે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૩.૮૩ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફલ્ડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, આજે તા. ૨૬ મી ના રોજ બપોરે :00 વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં ૪,૯૨,૦૭૩ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૩,૭૦,૧૯૨ ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો. તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે R.B.P.H-૨૦૦ મેગાવોટના રિવર બેડ ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે, જ્યારે C.H.P.H  કેનાલ હેડ પાવર હાઉસ ખાતે ૫૦ મેગાવોટના ૩ યુનિટ મારફત પણ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. તા. ૯ મી ઓગષ્ટથી ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા આજે તા. ૨૬ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ સવારના ૮:00  વાગ્યા સુધી કુલ ૨૭,૩૨,૨૭૪ મેગાવોટ વિજ ઉત્પાદન કરાયું હોવાના અહેવાલ નર્મદા ફલ્ડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

SHARE

Author: verified_user

0 comments: