નેશનલ
મોનીટરીંગ ટીમ દ્વારા નર્મદા જિલ્લાના ત્રણ તાલુકાઓમાં
વિકાસલક્ષી
કામોની આજથી તા. ૨ જી સપ્ટેમ્બર સુધી હાથ ધરાનારી ચકાસણી-નિરીક્ષણ
આજે સવારે રાજપીપલા
સરકીટ હાઉસ ખાતે જિલ્લાના ગ્રામવાસીઓ વિકાસલક્ષી
યોજનાઓના
અમલીકરણ સંદર્ભે લોક રજૂઆત-સૂચનો કરી શકશે
ગ્રામીણ
યોજનાઓના નિરીક્ષણના નેશનલ મોનીટર શ્રી મનોજ દિક્ષીત સહિતની ટીમે
જિલ્લા
પ્રશાસન સાથે ચકાસણીની પૂર્વ તૈયારીઓ અંગે યોજેલી બેઠક
રાજપીપલા :- નર્મદા જિલ્લામાં કેન્દ્રિય પંચાયતી રાજ અને
ગ્રામિણ વિકાસ મંત્રાલયની નેશનલ મોનીટરીંગ ટીમના નેશનલ મોનીટરશ્રી મનોજ દિક્ષીત
તથા ટીમના અન્ય સદસ્યશ્રી શૈલેષકુમારે તેમના નર્મદા જિલ્લાના તા.૨૬ મી ઓગષ્ટથી
તા.૨ જી સપ્ટેમ્બર,૨૦૧૯ સુધીના તેમના જિલ્લાના પ્રવાસ અને
વિકાસલક્ષી યોજનાઓના સઘન અમલીકરણ બાબતે વિકાસ કામોની ચકાસણીનાં આયોજન સંદર્ભે આજે સૌ
પ્રથમ જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલ સાથે બેઠક યોજીને પૂર્વ તૈયારીઓ અંગેની
સમીક્ષા કરીને જરૂરી જાણકારી મેળવી હતી.
જિલ્લા
વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષશ્રી ડૉ. જીન્સી વિલીયમ
અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ. ડીંડોર સહિત સંબંધિત વિભાગોના
અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રાજપીપલા કલેકટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં
થયેલી ચર્ચા-વિચારણા મુજબ નર્મદા જિલ્લાના દેડીયાપાડા,સાગબારા અને તિલકવાડા તાલુકાઓના ત્રણથી ચાર જેટલા ગામોમાં ગ્રામિણ વિકાસ
મંત્રાલયની નેશનલ મોનીટરીંગ ટીમના નેશનલ મોનીટરશ્રી મનોજ દિક્ષીત અને સદસ્યશ્રી
શૈલેષ કુમાર સહિતની ટીમ ગ્રામ વિસ્તારના કામોની મુલાકાત લઇ તેનું નિરીક્ષણ-ચકાસણી
અને સમીક્ષા કરશે.
નર્મદા
જિલ્લાની મુલાકાત અને નિરીક્ષણ અર્થે પધારેલી ઉક્ત ટીમના નેશનલ મોનીટરશ્રી મનોજ
દિક્ષીત તા.૨૭ મી ઓગષ્ટ, ૨૦૧૯ ને મંગળવારના રોજ સવારના ૮-૦૦ થી સવારના ૧૦-૦૦ કલાક
સુધી રાજપીપલા મુખ્ય મથક ખાતે વડીયા જકાતનાકા નજીક નવા સરકીટ હાઉસ ખાતે યોજાનારા
કાર્યક્રમમાં જિલ્લામાં અમલી ઉક્ત ગ્રામીણ વિકાસલક્ષી યોજનાઓ સંદર્ભે જિલ્લાના
ગ્રામવાસીઓ તેમની લોક રજૂઆત અને રચનાત્મક સૂચનો પણ કરી શકશે.
અત્રે
ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના ઉક્ત તાલુકાઓમાં મનરેગા, નેશનલ રૂરલ લાઇવલીહુડ
(મિશન મંગલમ્), વિધવા-વૃધ્ધ-વિકલાંગ-રાષ્ટ્રીય પરિવાર સહાયતા માટે રાષ્ટ્રીય
પેન્શન યોજના, વોટર શેડ, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), લેન્ડ ડીજીટલાઇઝેશન,
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ગ્રામ પંચાયત વેરીફિકેશન વગેરે જેવી બાબતોનું આ ટીમ
દ્વારા ચકાસણી-નિરીક્ષણ કરાશે.
0 comments: