અનિકેત ખેડૂત છાત્રાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમયોજાયો
આણંદ-સોમવાર
:- તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકની વિસ્તરણ
શિક્ષણ નિયામકની કચેરી હેઠળના અનિકેત ખેડૂત છાત્રાલય ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. કે. બી. કથીરીયાના વરદ હસ્તે
વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
હતો. આ પ્રસંગે તાલીમમાં આવેલ ખેડૂતો પણ હાજર રહ્યા હતા. તેમજ કુલપતિશ્રી, ડો. કે. બી. કથીરીયા દ્વારા વૃક્ષારોપણના
કાર્યક્રમમાં હાજર રહેલ ખેડૂતો સાથે વાર્તાલાપ દ્વારા વર્તમાન સમયમાં વૃક્ષારોપણ
શા માટે અગત્યનું છે તે અંગે માર્ગદર્શન કરવામાં આવ્યુ
હતુ. આ કાર્યક્રમમાં વિસ્તરણ શિક્ષણ
નિયામક, ડો. અરૂણ પટેલ તથા
અન્ય અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
0 comments: