Thursday, 15 August 2019

ચારુસેટ માં દેશભક્તિના માહોલ વચ્ચે આઝાદી-પર્વ ઉજવાયુ

SHARE

ચારુસેટ માં દેશભક્તિના માહોલ વચ્ચે આઝાદી-પર્વ ઉજવાયુ

કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતીમધુબેન પટેલ ના હસ્તે તિરંગો 

લહેરાવવામાં આવ્યો



આણંદ -“હું મારા રાષ્ટ્રધ્વજ તથા રાષ્ટ્રગીત નું સંપૂર્ણ પણે સન્માન જાળવીશના ઉદેશ સાથે ચાંગા ખાતે આવેલ ચારુસેટ ના પટાંગણ માં ચારુસેટ ની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ધ્વારા ૭૩માં સ્વાતંત્ર્યદિન ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેળવણી મંડળ ના સહ મંત્રી શ્રીમતી મધુબેન પટેલ, વિવિધ ફેક્લ્ટીના ડીન, વિવિધકૉલેજો ના પ્રિન્સીપાલ, રજીસ્ટ્રાર ડૉ. દેવાંગ જોશી, સર્વ ફેકલ્ટી મેમ્બેર્સ તથા વિદ્યાર્થીઓહાજર રહ્યા હતા.
ચારુસેટ ના પટાંગણ માં સવારે ૯કલાકેકેળવણી મંડળના સહ-મંત્રી શ્રીમતી મધુબેન પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો તથા દેશભક્તિ સાથે રાષ્ટ્ર માટે કર્તવ્યભાવ નો પ્રેરક સંદેશો આપ્યો હતો. ઉપસ્થિત બધા જ લોકો એ તિરંગા ને માનપૂર્વક સલામી આપી હતી. શ્રીમતી મધુબેન પટેલે માતૃભુમી માટે પોતાના પ્રાણ ની આહુતિ આપનાર દેશના સંતાનો ને યાદ કરી તેમણે શ્રદ્ધાંજલિ અર્પણકરી અને તેમના ચિંધેલા માર્ગે રાજ્યના જનજનની સર્વાંગીસમુત્ક્રાંતિ માટે અપીલ કરી હતી. આ પ્રસંગેતેમણે પંજાબના અટારી સ્થિત ભારત પાકિસ્તાન સરહદ પર ના તેમના દેશભક્તિથી  ભરપુર અનુભવોનું સ્મરણ કર્યું હતું.
બી. બી.. માં અભ્યાસ કરતા ચારુસેટ ના વિધાર્થીદાનીશઆવતા વર્ષે ૨૬મી જાન્યુઆરી ના દિવસે દિલ્લી નીરિપબ્લિક ડેપરેડ માં ભાગ લેવાનો છે.
રાષ્ટ્રગીત, ઝંડા ગીત તથા દેશભક્તિ ના ગીતો એ વાતાવરણને મંત્રમુગ્ધ બનાવી દીધું હતું. સમગ્ર પર્વ નું સંચાલન ચારુસેટ ના NSS અને NCC યુનિટ ધ્વારા કરવામાં આવ્યું હતું.
આ રીતે ચારુસેટ માં સ્વાતંત્રયદિન ની પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવી હતી.

SHARE

Author: verified_user

0 comments: