ગરીબ-મધ્યમવર્ગના વિધાર્થીઓને રહેવાની શ્રેષ્ઠ
સગવડ,
સુંદર વાતાવરણ વાળુ
આણંદનું સમરસ છાત્રાલય
]
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં
૮ નવી સમરસ છાત્રાલયો ને ઉભી કરવાની નેમ વ્યક્ત કરી
સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યા બાદ મારા
કારકિર્દી ઘડતરને પાંખો મળી
–આશાબેન વડવાઇ
સામાજીક સમરસતા સાથે શિક્ષણનું ચિંતન કરતુ
ઘરથી દુર એક ઘર
એટલે સમરસ છાત્રાલય ડૉ ઘનશ્યામ વાધેલા
તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા
સમાજના વિધાર્થીઓ એક સાથે રહીને શિક્ષણ
મેળવે તેમજ સમાજમાં સમરસતા વધે તેવુ સ્વપ્ન જોયુ હતુ. અને આ સ્વપ્ન અને વિચારને સાકાર કરવા માટે
રાજ્યમાં દરેક જિલ્લામાં સમરસ છાત્રાલયો બનાવવા માટેના પ્રયાસો હાથ ઘરવામાં આવ્યા.
જેના ભાગ સ્વરૂપે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વર્ષ
૨૦૧૨-૧૩ માં સમરસ છાત્રાલયો બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી. તેમજ આ વર્ષે રજૂ
થયેલા બજેટમાં રાજ્યમાં ૮ નવી સમરસ છાત્રાલયો બનાવવાની જાહેર કરવામાં આવી છે.જેનું
દેખરેખ, સંચાલન તેમજ અમલીકરણ હેતુ સરકારશ્રી દ્વારા સમરસ સોસાયટીની સ્થાપના કરવામાં આવે છે.
આવી જ એક સમરસ છાત્રાલય આણંદ શહેરના
બાકરોલ વિસ્તારમાં ૨૦૧૬ થી કાર્યરત છે. આ છાત્રાલયની દેખરખ અનુસુચિત જાતિ કલ્યાણ
વિભાગ દ્વારા કરવામાં આવે છે. જેમાં વિધાર્થીઓ તેમજ વિધાર્થીનીઓ માટે અલગ-અલગ
છાત્રાલયો કાર્યરત કરવામાં આવી છે. જેમાં રાજ્યના વિવિધ ગામડા તેમજ શહેરથી આણંદ
જિલ્લામાં ઘોરણ ૧૨ પછી સ્નાતક અને અનુસ્નાતક કક્ષા તથા ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમમાં
પ્રવેશ મેળવીને અભ્યાસ કરતા હોય તેમજ કારકિર્દી ઘડતર માટે આવેલા વિધાર્થી તેમજ
વિધાર્થીનીઓ આવીને વસવાટ કરે છે. હાલ આ કન્યા તેમજ કુમાર છાત્રાલયમાં કુલ ૫૦૦ વિધાર્થીઓ
લાભાવિંત છે.
આ સમરસ છાત્રાલયની સુવિધાઓની વાત કરીએ
તો, તેમાં રહેવાની તેમજ જમવાની તેમજ વાંચનાલય જેવી
સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ સમાજના દરેક
વર્ગના વિધાર્થી અહી એડમીશન લઇ શકે છે. વિધાર્થી તથા વિધાર્થીનીઓ માટે કેમ્પસ, દરેક
ફ્લોર પર વિઝીટીર રૂમ, ગેસ્ટ રૂમ,
સિક્યોરીટી અને હાઉસ કિપીંગ, બાથરૂમ અને પેન્ટ્રી, આર.ઓ. પ્લાન્ટ, પાર્કિંગ,
ડાઇનીંગ હોલ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉત્પલ્બધ છે.
આ સમરસ છાત્રાલયમાં કાર્યરત વાંચનાલય એક
આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે તેમજ વિધાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી નિવડી રહ્યુ છે. આ
વાંચનાલય બનાવવા માટે અનુ.જાતિ કલ્યાણના નાયબ નિયામક શ્રી ડો.
ઘનશ્યામ વાધેલા દ્વારા તત્કાલીન આણંદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઘવલ પટેલને દરખાસ્ત કરવામાં આવી હતી. જે અંતર્ગત
કલેક્ટરશ્રી પોતાને મળેલ શ્રેષ્ઠ કલેક્ટરના એવોર્ડની ઘનરાષિ માંથી રૂપિયા ૧૨ લાખના
પુસ્તકો સમરસ છાત્રાલય તેમજ અનુ. જાતિની અન્ય છાત્રાલયોમાં વસાવી આપ્યા હતા. આ
પુસ્તકોમાં સનદી સેવાઓ, મુલ્કી સેવાઓ તેમજ અન્ય સરકારી ભરતીઓ માટે ઉપયોગી મોંધા થી મોંધા પ્રકાશનોના
પુસ્તકો તેમજ સાહિત્ય ને લગતા વિવિધ પ્રકાશનોના પુસ્તકોનો સમાવેશ થાય છે. જેનો લાભ
સમરસ છાત્રાલયના વિધાર્થીઓ બહોળા પ્રમાણમાં લઇ રહ્યા છે.
આ સમરસ છાત્રાલયમાં નિવાસ કરી રહેલી
દાહોદ જિલ્લાની ફતેપુરા તાલુકાની વિધાર્થીની આશાબેન વડવાઇ(ઉ.વ.૨૪) એ પોતાનો અનુભવ
વ્યક્ત કરતા કહ્યુ હતુ કે મારા પરિવારની આર્થિક પરિસ્થિતી ખુબ જ નબળી હતી પરંતુ
ઉચ્ચ શિક્ષણ મેળવવીને કારકિર્દી ઘડતર કરવુ એ મારૂ બાળપણનું સ્વપ્ન હતુ. અહીં આણંદ
સરદાર પટેલ યુનિવર્સિટીમાં એમ.એ. સમાજશાસ્ત્ર ડિપાર્ટમેન્ટમાં મેં મેરીટના ઘોરણે પ્રવેશ મેળવ્યો પરંતુ આર્થિક
ભીંસ હોવાના કારણે રહેવાની સુવિધા કેમની મળશે તે મુંઝવણમાં હતી અને સમરસ
છાત્રાલયમાં પ્રવેશ માટે મેં અરજી કરી હતી. આમ મારા સારા મેરીટના કારણે મને સમરસ
છાત્રાલયમાં નિઃશુલ્ક રહેવા માટે પ્રવેશ મળ્યો અને જાણે મારા કારકિર્દી ઘડતરના
સ્વપ્નને પાંખ મળી ગઇ હોય તેવુ અનુભવ થયો.
આ સમરસ છાત્રાલયમાં જ પ્રવેશ મેળવેલ અને છેલ્લા
૨ વર્ષથી સુરત શહેરથી અભ્યાસ અર્થે આણંદ
સમરસ છાત્રાલયમાં રહેતી પટેલ ઉજ્જવલ (ઉ.વ. ૨૧) એ છાત્રાલયમાં મળી રહેલી સુવિધાથી
હર્ષની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યુ કે આ છાત્રાલયમાં રહીને હું મારા ઘરમાં મારા
પરિવાર સાથે જ રહેતી હોવુ તેવો અનુભવ થાય છે અહીં અમોને નિયમિત પણે ઉચ્ચ
ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે છે .તેમજ બીમારી સારવાર અર્થે પણ સારી એવી સુવિધા મળી
રહે છે. જે બદલ હું સરકાર શ્રી નો
સહ્યદયપુર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.
આણંદ જિલ્લાના અનુ.જાતિ. કલ્યાણ વિભાગના
નાયબ નિયામક શ્રી ડો. ઘનશયામ વાધેલાએ આ છાત્રાલયની કાર્યપધ્ધતિ, તેમજ
દુરંદેશી પ્રોજેક્ટ વિષે સવિસ્તાર જણાવ્યુ હતુ કે આ સમરસ છાત્રાલય ૨૦૧૬ માં
નિર્માણ પાણી હતી અને અમારા વિભાગ દ્વારા આની દેખરેખ રાખવામાં આવે છે. હું તેમજ
અમારા મદદનીશ સમાજકલ્યાણ અધિકારી શ્રી દ્વારા અવાર-નવાર નિયમિત પણે વિધાર્થીઓને
પિરસવામાં આવતા ભોજનની જાત તપાસ કરવામાં આવે છે અને તેની ગુણવત્તા તપાસીને કોઇ પણ
વિધાર્થીના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમજ
દર ત્રણ મહિને આણંદ જિલ્લાના ફુડ અને ડ્રગ્સ ખાતા દ્વારા આ ભોજનનું નિરીક્ષણ પણ
કરવામાં આવે છે.
શ્રી ડો. ઘનશ્યામ વાધેલાએ જણાવ્યુ હતુ
કે તાજેતરમાં જ અમારા કેમ્પસમાં કલેક્ટરશ્રી હસ્તક અમે વૃક્ષારોપણ કાર્યક્રમનું
આયોજન કર્યુ હતુ. જેમાં કલેક્ટરશ્રી તેમજ અન્ય મહેમાનો તેમજ અહીં ના વિધાર્થીઓએ
સાથે મળીને ૧૦૦૦ વૃક્ષોના રોપ્યા હતા. અમારી સમરસ છાત્રાલયમાં અલગ-અલગ વિધાર્થીઓથી બનેલી ચાર કમિટી બનાવવામાં
આવી છે. જે સ્વાસ્થ્ય કમિટી,ભોજન કમિટી, સફાઇ
કમિટી, તેમજ વાંચનાલય(લાયબ્રેરી) કમિટીને લગતી ફરિયાદો તેમજ સૂચનો
અમો સમક્ષ રજુ કરવામાં આવે છે જેને સાંભળીને અમારા દ્વારા તેનું અમલીકરણ થાય છે.
આ સમરસ છાત્રાલયની સુચારૂ માળખાકીય
સુવિધા જળવાઇ રહે તે હેતુસર દર મહિને વિવિધ વિભાગોના સંકલનમાં દેખરેખ હેતુ લોકલ
મેનેજમેન્ટ કમિટીની મિટીંગ બોલાવવામાં આવે છે જેમાં વિવિધ ખાતા ને લગતી ખુટતી
સુવિધા તેમજ સુધારાજનક સુવિધાઓની વિગતો આપી ને તેનું અમલીકરણ કરવામાં આવે છે.
સમરસ છાત્રાલય નો એક મુખ્ય હેતુ એ પણ
છે કે સમાજના દરેક વર્ગના વિધાર્થીઓને પ્રવેશ મળે . તેમજ પ્રવેશ મેળવ્યા બાદ એક જ
રૂમમાં અલગ-અલગ વર્ગના રૂમ સહપાઠી હોય છે. જેના પરિણામે અભ્યાસ સાથે સાથે સામાજિક
સમરસતાની પણ કેળવણી થાય છે.
આમ રાજ્ય સરકાર દ્વારા સમાજના દરેક
વર્ગમાં સમરસતા વધારવા તેમજ કોઇપણ આર્થિક રીતે નબળા પરિવારનું બાળક સારૂ શિક્ષણ
તેમજ રહેવાની સુવિધાથી વંચિત ન રહી જાય તે તરફ ખુબ જ ચોકસાઇ પુર્વક ધ્યાન રાખવામાં
આવી રહ્યુ છે. સરકારનો આ પ્રયાસ સમાજમાં સાચા અર્થમાં એક શ્રેષ્ઠ સમાજનું ઉદાહરણ
પુરૂ પાડી રહ્યુ છે તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટેની ઝંખના રાખતા વિધાર્થીઓ માટે ઉપયોગી
નિવળ્યુ છે.
- સંકલન-અમિતસિંહ ચૌહાણ




0 comments: