Thursday, 1 August 2019

ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન CMPICAમાં ગુજકોસ્ટ સ્પોન્સર વર્કશોપનું આયોજન

SHARE

ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન CMPICAમાં ગુજકોસ્ટ સ્પોન્સર વર્કશોપનું આયોજન


આણંદ : ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન્સ (CMPICA) માં ગત તારીખ ૨૬-૨૭ જુલાઈ, ૨૦૧૯ ના રોજ ગુજકોસ્ટ સ્પોન્સર વર્કશોપ એપ્લિકેશન એન્ડ ફ્યુચર ટ્રેન્ડસ ઓફ બ્લોકચેનું આયોજન કરવામાં આવ્યું  હતું.
આ વર્કશોપનો મુખ્ય હેતુ નવા ઇનોવેટીવ આઈડિયા, બ્લોકચેન ઈમ્પ્લીમેન્ટેશન તથા ચેલેન્જીસ પૂરું પાડવાનો હતો.
આ વર્કશોપ દરમ્યાન નિષ્ણાતો તરીકે હેવલેટ પેકાર્ડ એન્ટરપ્રાઈસના ચીફ ટેકનોલોજીસ્ટ શ્રી ક્રિશ્નાપ્રસાદ એલ શાસ્ત્રી, વીનરચર ટેકનોલોજીસના શ્રી નીખીલ શાહ, પ્રો.  માર્ટીન પરમાર (ચારુસેટ-CSPIT) અને પ્રો.  હાર્દિક મનડોરા (ચારુસેટ-CSPIT) દ્વારા એન્ટરપ્રાઈસ બ્લોકચે, સ્માર્ટ કોન્ટ્રાકટ એન્ડ ઈથેરીયમ, આઇબીએમ હાઈપરલેજર પ્લેગ્રાન્ડ તથા ક્મ્પોર જેવા વિષય પર વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી.
વર્કશોપ દરમિયાન ઈથેરીયમ અને હાયપરલેજર ઉપર  હેન્ડસ ઓન સેશન પુરુ પાડવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વિવિધ શાખાના કુલ ૩૦થી વધુ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓએ ભાગ લઇ તેમનો પ્રતિસાદ દર્શાવ્યો હતો.  વર્કશોપના અંતે યોજાયેલા વેલીડિક્ટરી ફંકશનમાં બધા સહભાગીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
શ્રીમતી ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન્સ (CMPICA)ના પ્રિન્સિપાલ ડો. અતુલ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રો. પ્રણવ વ્યાસ અને પ્રો. ધર્મેન્દ્ર પટેલે વર્કશોપનું કો-ઓર્ડિનેશન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે શ્રીમતી ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન્સ (CMPICA)માં એમ.સી. (લેટરલ), એમ.એસસી (આઈટી), બી.સી., બી.એસ.સી(આઈ.ટી)  તથા પીએચ. ડી. જેવા અભ્યાસક્રમો કાર્યરત છે, અને તે અંતર્ગત ૯૦૦ થી વધુ વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરે છે.

SHARE

Author: verified_user

0 comments: