પ્રગતિશીલ ખેડૂત પ્રવિણભાઇએ સરકારની કૃષિ વિકાસલક્ષી યોજનાઓના સહારે
તડબૂચ-
શક્કરટેટીની મલ્ચીંગ ખેતી થકી રૂા. ૧.૫૨ લાખના ખર્ચ સામે
અંદાજિત રૂા. ૨.૫ લાખનો ચોખ્ખો નફો મેળવ્યો
સાગબારા તાલુકાના કનખાડી ગામના પ્રવિણભાઇ કહે છે કે, નવી ટેક્નોલોજીને અપનાવીને ચાલીશું તો ખેતીમાં આગળ વધવાની સાથે પાક
ઉત્પાદનમાં પણ મબલખ વધારો થશે.
રાજપીપલા: નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના
કનખાડી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવિણભાઇ ગોરધનભાઇ પટેલને કંઇક નવું શીખવાની-પ્રયોગ કરવાની ધગશ છે, ત્યારે સરકારના બાગાયત વિભાગ તરફથી તેમને મળેલી રૂા. ૨૨,૪૨૦/- ની સહાય થકી
પ્લાસ્ટીક આવરણ-મલ્ચીંગને લીધે આજે ડ્રીપ
ઇરીગેશનના માધ્યમથી પોતાની જમીનમાં હાઇબ્રીડ તડબુચ અને શક્કરટેટીની ખેતી કરી રહયા
છે. તેઓએ રૂા. ૧.૫૨ હજારના ખર્ચે સામે
અંદાજિત રૂ. ૨.૫ હજારનો ચોખ્ખો નફો
મેળવ્યો છે. તેમને તડબુચમાં પ્રતિ ૧
કિલોગ્રામના ૮ થી ૯ રૂપિયા મળે છે. એટલે કે તડબુચના પાકમાં અંદાજીત ૨૫ ટન જેટલું
ઉત્પાદન મેળવ્યું છે. તેની સાથોસાથ શક્કરટેટીના પાકમાં પણ ૧ કિલોગ્રામના ૧૩ રૂપિયા મળતા અંદાજીત ૧૧ ટન જેટલું ઉત્પાદન મેળવ્યું છે. પ્રવિણભાઇ રાજપીપલા-ભરૂચ જેવા
શહેરોમાં મોટા પાયે તડબુચ અને શક્કરટેટીના માર્કેટીંગ સાથે તેનું વેચાણ કરી રહ્યાં
છે.
પ્રવિણભાઇ પટેલ
જણાવે છે કે, મારી
પાસે રહેલી ૪ પૈકી ૨ એકરમાં હાઇબ્રીડ તડબુચ અને ૨ એકરમાં શક્કરટેટીનું વાવેતર
કરવામાં આવ્યું છે. મને વર્ષે-૨૦૧૬-૧૭માં
પ્લાસ્ટિક આવરણ અંતર્ગત મલ્ચીંગ માટે સહાય ચુકવવામાં આવી હતી, જેમાં પિયતના સાધન
તરીકે બોરવેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેથી ઉત્પાદન પણ સારા એવા પ્રમાણમાં મને મળ્યું
છે. પ્રવિણભાઇની મહત્વાકાંક્ષા મુજબ હજી પણ વધારે પ્રમાણમાં વાવેતર કરવું છે.
વધુમાં પ્રવિણભાઇ ખેડૂતોને પ્રેરણા આપતા
કહે છે કે, નવી ટેક્નોલોજીને
અપનાવીને ચાલીશું તો ખેતીમાં પણ આગળ વધતા રહીશું અને પાક ઉત્પાદનમાં પણ મબલખ વધારો
થશે.
પ્રવિણભાઇ કહે છે
કે, બાગાયત વિભાગ
તરફથી રૂ. ૨૨,૪૨૦/-
ની સહાય મળી તે પહેલાં તેઓ કેળા, પપૈયા જેવા ફળોનું વાવેતર કરતા હતાં, જેથી તેમાં કોઇ
વિશેષ નફો તેમને મળતો ન હતો .પરંતુ બાગાયત વિભાગ તરફથી પ્લાસ્ટિક આવરણ અંતર્ગત
મલ્ચીંગ માટે સહાય મળ્યા બાદ તેઓ ડ્રીપ ઇરીગેશનથી ખેતી કરતાં તેમનું નસીબ હવે
પલટાયું છે.
સાગબારા તાલુકાના
કનખાડી ગામ ખાતે પ્રવિણભાઇ પટેલે સૌ પ્રથમ ડ્રીપ ઇરીગેશનથી ખેતી કરતાં તેમનાં
ગામના અન્ય ખેડૂતોને પણ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરીને તેઓને
બાગાયતી વિભાગનો લાભ અને સહાય મેળવવામાં પણ મદદ કરી છે. આમ, સરકારશ્રીની કૃષિ
વિકાસલક્ષી વિવિધ યોજનાઓના અમલીકરણને લીધે પ્રવિણભાઇ પટેલનું જીવન ધોરણ હવે બદલાઇ
ગયું છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવાને લીધે આર્થિક રીતે પણ હવે તેઓ બે પાંદડે
થવાની દિશામાં આગેકૂચ કરી રહ્યાં છે.
0 comments: