Friday, 26 July 2019

નડિયાદ સીવીલ હોસ્‍પિટલમાં જુન-૨૦૧૯ સુધીમાં ૫૪,૨૨૫ કીડનીના દરદીઓની ડાયાલીસીસની સારવાર કરવામાં આવી

SHARE

નડિયાદ સીવીલ હોસ્‍પિટલમાં જુન-૨૦૧૯ સુધીમાં ૫૪,૨૨૫ કીડનીના દરદીઓની ડાયાલીસીસની સારવાર કરવામાં આવી


સીવીલ હોસ્‍પિટલમાં ૧૯ યુનિટ સાથેનું ડાયાલીસીસ સેન્‍ટર કાર્યરત


નડિયાદ સીવીલમાં કિડની ડાયાલીસીસની ખૂબ જ ખર્ચાળ
સારવાર તદૃન નિઃશૂલ્‍ક કરવામાં આવે છેઃ રાજ્ય સરકારે રૂા.૧૬ કરોડનો ખર્ચ કર્યો


મા કાર્ડ હોય તેવા દરદીને ડાયાલીસીસ દીઠ રૂા. ૩૦૦/- રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે

નડિયાદ- મનુષ્‍ય જીવનમાં તંદુરસ્‍તી ખુબ જ અગત્‍યની છે. વ્‍યક્તિ સાજો હોય તો તે શારિરીક,નડિયાદ શુક્રવારઃ માનસિક અને આર્થિક રીતે ખુબ જ ખુશીથી જીવન જીવી શકે છે. પરંતુ જયારે માનવીને ગંભીર બિમારી લાગુ પડે તો તે માનસિક રીતે હતોત્‍સાહ થવાની સાથે  આર્થિક રીતે પણ પડી ભાંગે છે. એમાંય કીડની જેવા ગંભીર રોગની સારવાર સામાન્‍ય અને ગરીબ પરિવારોને આર્થિક રીતે ખૂબ જ બોજારૂપ હોય છે.
પરંતુ કીડનીના દરદીઓએ ડાયાલીસીસ માટે કરવા પડતા મોંઘા ખર્ચાઓનો ઉપાય સંવેદનશીલ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલ સરકારે શોધી કાઢ્યો છે. નડિયાદની સીવીલ હોસ્‍પિટલ કીડનીના દરદીઓને મફતમાં ડાયાલીસીસની સારવાર કરી જરૂરિયાતમંદ અને સામાન્‍યમાં સામાન્‍ય તથા છેવાડાના માનવીની વ્‍હારે આવી છે. નડિયાદની કીડની હોસ્‍પિટલે જુન-૨૦૧૯ સુધીમાં ૫૪૨૨૫ ઉપરાંત કીડનીના ગંભીર રોગના દરદીઓનું વિનામૂલ્‍યે ડાયાલીસીસ કરી રાજ્ય સરકારની નાગરિકો પ્રત્‍યેની આરોગ્‍યલક્ષી સેવાઓની સંવેદનાઓની પ્રતિતિ કરાવી છે.
નડિયાદ કીડની હોસ્‍પિટલના ડાયાલીસીસ સેન્‍ટરના ઇન્‍ચાર્જશ્રી ભરતભાઇ મકવાણાએ જણાવ્‍યું કે સપ્‍ટેમ્‍બર – ૨૦૧૪ માં માત્ર ૭ ડાયાલીસીસ યુનિટથી શરૂઆત કરવામાં આવી હતી. ત્‍યારબાદ દરદીઓનો ધસારો થતા વધુ ૧૨ યુનિટ કાર્યારત કરવામાં આવ્‍યા છે. નડિયાદ સીવીલ હોસ્‍પિટલમાં ૧૯ અદ્યતન મશીનો સાથેનું સુવિધા સજ્જ સંપૂર્ણ ડાયાલીસીસ સેન્‍ટર  કાર્યરત કરવામાં આવ્‍યું છે. આ યુનિટમાં સવારના ૭-૩૦ થી રાત્રીના ૯-૦૦ વાગ્‍યા સુધી દરદીઓને સારવાર આપવામાં આવે છે. આ હોસ્‍પિટલમાં જૂન – ૨૦૧૯ સુધીમાં ૫૪૨૨૫ દરદીઓની ડાયાલીસીસની સારવાર કરવામાં આવી છે. જે દરદી પાસે મા કાર્ડ હોય તેવા દરદીને દર ડાયાલીસીસ દીઠ ઘરે જવા માટે રૂા. ૩૦૦/- સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. ડાયાલીસીસની મોંઘી સારવાર પાછળ રાજ્ય સરકારે અંદાજે રૂા. ૧૬ કરોડ જેટલો માતબર ખર્ચ કરેલ છે.
શ્રી ભરતભાઇએ જણાવ્‍યું કે ડાયાલીસીસના દરદીઓને ડાયાલીસીસ માટે ચાર કલાક મશીન પર રાખવા પડે છે, ત્‍યારબાદ બીજા દરદીની સારવાર કરવામાં આવે છે. ડાયાલીસીસના દરદીને ડાયેટીશીયનના માર્ગદર્શન અનુસાર હાઇ પ્રોટીનના નાસ્‍તા આપવામાં આવે છે. દરદીને હિપેટાઇટીસ બી ની રસી તથા દવાઓ પણ મફત આપવામાં આવે છે. દરેક દરદીની ચકાસણી માટે અમદાવાદ સીવીસ હોસ્‍પિટલના નેફ્રોલોજીસ્‍ટ ડાર્કટરની સેવાઓ  ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે. નડિયાદ ડાયાલીસીસ યુનિટમાં રોજના અંદાજે ખેડા જિલ્‍લા ઉપરાંત જિલ્‍લા બહારના તેમજ રાજ્ય બહારના દરદીઓનું ડાયાલીસીસ કરવામાં આવે છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે ડાયાલીસીસની મોંઘી કીટ દરેક દરદી દીઠ અલાયદી વાપરવામાં આવે છે. આ ડાયાલીસીસ સેન્‍ટરમાં નાના બાળકથી લઇ ઉંમર લાયક દરદીઓનું ડાયાલીસીસ કરવામાં આવે છે. દરેક દરદીને તેમના રોગની માત્રા મુજબ અઠવાડિયામાં બે કે ત્રણ વાર ડાયાલીસીસ કરવાની જરૂરીયાત રહે છે.
શ્રી ભરતભાઇ જણાવે છે કે જો ખાનગી હોસ્‍પિટલમાં ડાયાલીસીસ કરાવવામાં આવે તો એક ડાયાલીસીસ દીઠ દરદીને રૂા. ૩૫૦૦/- જેટલો માતબર ખર્ચ થાય છે. આમ એમ દરદીને મહિને સરેરાશ ૩૫,૦૦૦/- જેટલો ખર્ચ થાય છે. સીવીલ હોસ્‍પિટલમાં ડાયાલીસીસ સંપૂર્ણ નિઃશુલ્‍ક થતા દરદીને ખૂબ મોટી આર્થિક રાહત મળે છે. આમ કીડનીના દરદીને દર વર્ષે અંદાજે ૪ લાખ ઉપરાંતનો ડાયાલીસીસનો ખર્ચ બચે છે. સીવીલ હોસ્‍પિટલમાં નિઃશુલ્‍ક ડાયાલીસીસ થતા દરદીઓની માતબર રકમ રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમને કારણે બચી છે. 

SHARE

Author: verified_user

0 comments: