ચારુતર વિધ્યા મંડળ સંચાલિત ઇલસાસ કોલેજ માં ફ્રેશર્સ અને ઓરિએન્ટેસન વિઝિટ નું આયોજન.......
વિદ્યાનગર -ચારુતર વિધ્યા મંડળ સંચાલિત ઇલસાસ
કોલેજ ધ્વારા ફ્રેશર્સ મીટ અને ઓરિએન્ટેસન વિઝિટ નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાનગર ખાતે આવેલ સાપોરજી હોલ માં ૧૯ જુલાઈ શુક્રવાર ના રોજ ફ્રેશર્સ મીટ અને
૨૦ જુલાઈ શનિવાર ના રોજ અમુલ ચોકલેટ ફેક્ટરી
અને સરદાર પટેલ ઓડિટોરિયમ માં ઓરિએન્ટેસન
વિઝિટ નું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦૧૯-૨૦ ના નવા શૈક્ષણિક સત્ર માં આવેલા નવા
વિધ્યાર્થીઓ ને પ્રોત્સાહિત અને સક્રિય કરવા આ બન્ને કાર્યક્રમ નો આયોજન કરવામાં
આવ્યું હતો.
ફ્રેશર્સ મીટ માં વિધ્યાર્થીઓ ધ્વારા ડાંસ અને સિંગિંગ ના હુનર નું
પ્રદર્શન કરી કાર્યક્રમ ને આગડ વધાર્યો હતો આ સાથેજ નવા વિધ્યાર્થીઓ ને રેમ્પ વોક
, ગેમ્સ, જનરલ નોલેજ રાઉન્ડ અને રેપિડ ફાયર
રાઉન્ડ થી પસંદ કરી મિસ્ટર અને મિસ ફ્રેશર્સ ના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા
જેમાં મિસ્ટર ફ્રેશર્સ માં ચિરાગ ભક્તાની અને મિસ ફ્રેશર્સ માં ઈશિકા વાલન્દ
વિજેતા થયા હતા અને આ જ ફ્રેશર્સ મીટ ના અંત માં સ્ટુડન્ટ્સ કાઉન્સીલ ની ઘોષણા
કરવામાં આવી હતી જેમાં મેનેજિંગ જનરલ સેક્રેટરી તરીકે મીત શાહ ને નિમણૂક કરવામાં
આવ્યો હતો એ સાથેજ વિધ્યાર્થીઓ ને ઈવેન્ટ મેનેજમેંટ, પબ્લિક રીલેસન, કલ્ચરલ, સોશિયલ આઉટરિચ,લીટ્ટ્રરી અને સ્પોર્ટ્સ સેલ જેવા અનેક
સેલ માં નિમણૂક કરવામાં આવ્યા હતા. ૨૦ જુલાઈ ના રોજ થયેલ ઓરિએન્ટેસન વિઝિટ માં
વિધ્યાર્થીઓ ને અમુલ ધ્વારા ચોકલેટ ના ઉત્પાદન બાબતે વિસ્તાર માં માહિતી આપી હતી
અને સરદાર પટેલ ઓડિટોરિયમ માં સરદાર પટેલ ની જીવન ગાથા બાબતે પણ માહિતી આપી હતી. આખા કાર્યક્રમનું
આયોજન તથા સંચાલન ઇલસાસ કોલેજ ના અધ્યાપિકા ડૉ. જિગર શાહ તથા ડૉ પલ્લવી ત્રિવેદી એ
પ્રિન્સિપાલ ડૉ. સુન્ની થોમસ ના માર્ગદર્શન હેઠળ કર્યું હતું અને આ કાર્યક્રમ ને કાયમી
યાદગાર અને સફળ બનાવ્યો હતો.
0 comments: