એમ.બી. પટેલ સાયન્સ કોલેજ આણંદ દ્વારા
કારગીલ દિવિસની થઇ ઉજવણી
આણંદ – તા.
૨૬ જુલાઇના રોજ કારગીલ વિજય દિવસની ઉજવણી સમગ્ર દેશમાં યુધ્ધમાં શહીદ થયેલા
યુધ્ધવીરોને શ્રધ્ધાંજલિ આપવા હેતુ કરવામાં આવે છે.આણંદ જિલ્લામાં આવેલી
એમ.બી.પટેલ કોલેજમાં ગર્લ્સ કેડેસને ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી તથા
પી.પી.ટી. દ્વારા વાસ્તવિક યુધ્ધ ક્ષેત્રમાં વીરજવાનોની કામગીરી , ફરજ, સેવા વગેરે દર્શાવતા પિકચર અને વક્તવ્ય દ્વારા લેફટનન્ટ કોમલ ગોસ્વામી
તથા લેફ. કૃતિકાએ કેટેટ્સને ઓપરેશન વિજય અને તેમાં શહીદ થયેલા વીરજાવોને
શ્રધ્ધાંજલિ તથા સન્માન આપી યાદ કર્યા હતા.

0 comments: