Sunday, 14 July 2019

ચારુસેટ યુનિવર્સીટીમાં શ્રીમતી ચંદાબેન મોહનભાઈ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પુટર એપ્લીકેશન્સ (CMPICA) દ્વારા ઈન્ડકશન પ્રોગ્રામ: 450થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

SHARE

ચારુસેટ યુનિવર્સીટીમાં  શ્રીમતી ચંદાબેન મોહનભાઈ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પુટર એપ્લીકેશન્સ (CMPICA) દ્વારા  ઈન્ડકશન પ્રોગ્રામ: 450થી વધુ વિદ્યાર્થીઓભાગ લીધો


આણંદ : ચાંગામાં આવેલી વિખ્યાત ચારુસેટ યુનિવર્સીટીમાં શ્રીમતી ચંદાબેન મોહનભાઈ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પુટર એપ્લીકેશન્સ (CMPICA) માં તાજેતરમાં બે સપ્તાહ માટે BCA,B.Sc.(IT), MCAL અને M.Sc. (IT)સેમેસ્ટર-૧ ના વિદ્યાર્થીઓના આવકાર સમારંભ ઈન્ડકશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 450થી વધુ વિદ્યાર્થીઓંએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ઈન્ડકશન પ્રોગ્રામનો મુખ્ય હેતુ CHARUSAT તથા CMPICAમાં ચાલી રહેલ વિવિધ પ્રવૃત્તિઓ વિષે જાણકારી આપવાનો હતો. આ પ્રોગ્રામની શરૂઆતમાં ઇન્સ્ટીટયુટના વડા ડૉ. અતુલ પટેલ દ્વારા વાલીગણ તથા વિદ્યાર્થીઓને સંબોધવામાં આવ્યા હતા અને CMPICAમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિષે માહિતી આપી હતી.
આ પ્રોગ્રામ દરમ્યાન કેમ્પસ વીઝીટ, ઇન્ટ્રોડકટરી એન્ડ ઈન્ટરેકસન્સ ગેમ્સ, કલ્ચરલ ઈવેન્ટ, કોર્સ ડીટેલીંગ, સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા પ્રોજેકટસ બતાવામાં આવ્યા હતા તથા વિદ્યાર્થીઓં CMPICAના એન્વાયરમેન્ટ જાણી શકે તે માટે તેમને વિવિધ પ્રવૃત્તિઓના વિડિયો તથા ફોટોગ્રાફ્સ દ્વારા પ્રેઝન્ટેશન બતાવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધક્સપર્ટ જેવા કે નંદક પંડયા (કોર્પોરેટ ટ્રેનર), કમલ ચક્રવર્તી (હેડ, HRDC), મયુર ખુંતી (આર્ટ ઓફ લીવીંગ), હેતલ બરાડ (રોક કલાઈબીન્ગ એન્ડ સેફટી), શેતલ ગોસાઈ તથા નિકેત નાઈક દ્વારા નવા વિદ્યાર્થીઓ માટે  મોટીવેશનલ એન્ડ ઇન્સ્પીરેશનલ સેશન આપવામાં આવ્યું હતું.
આ પ્રોગ્રામના ભાગરૂપે સીનીયર વિદ્યાર્થીઓ  દ્વારા તેમનો અનુભવ નવા વિદ્યાર્થીઓં માટે રજુ કરવામાં આવ્યો હતો. સંપુર્ણ પ્રોગ્રામ દરમિયાન વિદ્યાર્થીઓએ દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ તેમની પ્રતિભા દર્શાવી હતી.

SHARE

Author: verified_user

0 comments: