રૂપિયા ૪,૦૦,૦૦૦/- નીરદ થયેલ જુની ભારતીય
ચલણી નોટોસાથે એક ઇસમને મારૂતી અલ્ટો કાર સાથે ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડીયાદ
પોલીસ
નડિયાદ -પોલીસ અધિક્ષકશ્રી, ખેડા-નડીયાદ નાઓએજીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારૂ તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ ઘનિષ્ટ પેટ્રોલીંગ કરી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ. જે સુચનાની અમલવારીના ભાગરૂપે શ્રી આર.કે.રાજપુત ઇ.પો.ઇન્સ.શ્રી એલ.સી.બી. નાઓએ એલ.સી.બી. સ્ટાફને આપેલ માર્ગદર્શન મુજબ ગઇતા.૧૨/૦૭/૨૦૧૯ રોજ એલ.સી.બી. સ્ટાફના અ.હેઙકો. ચંન્દ્રકાન્ત, પો.કો.કેતનકુમાર, પો.કો. રાહુલકુમાર, પો.કો. કુંદનકુમાર, પો.કો. હેમંતકુમારવિગેરે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.કો. કેતનકુમાર તથા પો.કો. રાહુલકુમાર નાઓની સંયુક્ત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે એક ઇસમ પોતાની સફેદ કલરની અલ્ટો કાર લઇને ભારત સરકારે રદ કરેલ જુની ભારતીય ચલણી નોટો લઇપાલ્લા ગામના બસ સ્ટેન્ડ પાસે આવનાર છે. જે બાતમી હકિકત આધારે વોચ તપાસ દરમ્યાન પાલ્લા બસ સ્ટેન્ડ પાસેથી અરજીતકુમાર લક્ષ્મણભાઇ ચાવડા ઉ.વ.૩૪ રહે. બદરખા ગામ છપન હાઉસીંગ સોસાયટી તા.ધોળકા જી.અમદાવાદ નાઓને પોતાની મારૂતી અલ્ટો કાર નં.જી.જે.૦૫.સી.એલ.૧૬૦૩ સાથે જુની રદ્દ થયેલ ૧૦૦૦ ના દરની કુલ ૮૯ નોટો તથા ૫૦૦ દરની કુલ ૬૨૨ જુની ભારતીય ચલણી નોટોના બંડલો કુલ્લે રૂ ૪,૦૦,૦૦૦/-તથા મારૂતી અલ્ટો કાર કિં.રૂ. ૫૦,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/-તથા રોકડા રૂ. ૬૦૦/- મળી કુલ્લે રૂ.૪,૫૫,૬૦૦/-ના મુદ્દામાલ સાથે શકમંદ હાલતમાં મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી સદરી ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી સદર મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ ક્બજે કરી વધુ તપાસ માટે લીંબાસી પો.સ્ટે.દ્વારા હાથ ધરવામાં આવનાર છે

0 comments: