એન.એસ.પટેલ આટર્સ કોલેજ આણંદ કવિશ્રી હરીશ મીનાશ્રુ નો સન્માન સમારોહ યોજાયો
આણંદ -સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન.એસ.પટેલ આટર્સ કોલેજ આણંદ ના અનુસ્નાતક ગુજરાતી વિભાગના અંતર્ગત કવિશ્રી હરીશ મીનાશ્રુનો સન્માન સમારોહ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો વિશેષમાં આ ક્રાયક્રમનું જે નિમિત્તે બન્યો એવો કાવ્યસંગ્રહ "નાચિકેત સૂત્ર "નું પ્રકાશન એન.એસ.પટેલ આટર્સ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કવિશ્રી હરીશ મીનાશ્રુ ,પ્રો.તુષાર હાથી ,ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ। અજયસિંહ ચૌહાણ તથા કોલેજના આચાર્યશ્રી ર્ડા મોહન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સન્માન સમારોહ ની શરૂઆત સ્લોક ગાન થી કરવામાં આવી જેમાં અનુસ્નાતક ગુજરાતી વિભાગની વિદ્યાર્થીની ભાવના પઢીયારે કર્યું હતું ત્યારબાદ અનુસ્નાતક ગુજરાતી વિભાગના ર્ડા નીલેશ મકવાણા એ કાર્યક્રમ ની ભૂમિકા બાંધી. કોલેજના આચાર્ય ર્ડા મોહન પટેલે પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગાત કર્યા બાદ કુસુમાંજલિ ફાઉન્ડેશન ,દિલ્હી દ્વારા 2012 થી દર વર્ષ હિન્દી તેમજ કોઈપણ એક પ્રાદેશિક ભાષાના ઉત્તમ સર્જનને "કુસુમાંજલિ સાહિત્ય " આપવામાં આવે છે ગુજરાતી ભાષા માટેનું વર્ષ 2019 નું પારિતોષિક કવિશ્રી ગુલામ મોહમ્મ્દ શેખ ને ' ઘેર જતા ' અને કવિશ્રી હરીશ મીનાશ્રુ ને "નાચિકેત સૂત્ર "માટે સહિયારું એનાયત કરવામાં આવ્યું હતું આ અંતર્ગત કવિશ્રી હરીશ મીનાશ્રુ અને તેમની કૃતિ નાચિકેત સૂત્ર નો પરિચય ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ર્ડા.અજયસિંહ ચૌહાણે કરાવ્યો હતો ત્યારબાદ કોલેજના આચાર્ય ર્ડા મોહન પટેલ અને કોલેજ પરિવાર વતી કવિશ્રી હરીશ મીનાશ્રુ નું પુસ્તક ,શાલ અને મોમેન્ટો થી સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં પ્રો.તુષાર હાથીએ પ્રસંગ ને અનુરૂપ વકતવ્ય આપ્યા બાદ
કવિશ્રી હરીશ મીનાશ્રુ એ પોતના પ્રતિભાવો વ્યક્ત કર્યા અને અંતે સ્નાતક ગુજરાતી વિભાગના અધ્યક્ષ ર્ડા. માનસિંગ ચૌધરી એ આભારવિધિ કરી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રા.સંજના પરમારે કર્યું હતું
કવિશ્રી હરીશ મીનાશ્રુ એ પોતના પ્રતિભાવો વ્યક્ત કર્યા અને અંતે સ્નાતક ગુજરાતી વિભાગના અધ્યક્ષ ર્ડા. માનસિંગ ચૌધરી એ આભારવિધિ કરી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રા.સંજના પરમારે કર્યું હતું





0 comments: