સોજીત્રા સરકારી કોલેજમાં કારગિલ વિજયદિવસની ઉજવણી
આણંદ - શ્રી ભાઇકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,સોજિત્રા દ્વારા આજરોજ કારગિલ વિજયદિવસની
ઉજવણી કારગિલ યુદ્ધમાં અમરશહીદ થયેલા વીર જવાનો પ્રતિ શ્રધ્ધાંજલિ અર્પિત કરીને
કરવામાં આવી હતી.
આ કાર્યક્રમાં શ્રી કન્હૈયાલાલ
સિંગોરિયા(NCC-BHM,આણંદ) એ ઉપસ્થિત રહીને પોતાના અનુભવો અને સવિસ્તારપૂર્વક પ્રસંગોચિત
માહિતીની સાથે વિધાર્થીઓની દેશ પ્રત્યેની ખાસ જવાબદારીઓ વિશે ઉદબોધન આપ્યુ હતુ.
સમગ્ર કાર્યક્રમમાં વિધાર્થીઓ અને અધ્યાપકમિત્રો દ્વારા પ્રસંગોચિત વકતવ્યો તથા
દેશભક્તિગીતો રજુ કરવામાં આવ્યા હતા.
કોલેજના પ્રિન્સિપાલ ડો.
અર્ચનાબેન ત્રિવેદી તથા સમગ્ર કોલેજ સ્ટાફે વીર જવાનોને સલામી આપી હતી.


0 comments: