Monday, 22 July 2019

ડાકોર પો.સ્ટે હદ વિસ્તારમાં બનેલ સસ્તાભાવે ડોલર આપવાની લાલચ આપીને નકલી પોલીસ બની રૂ.૫,૦૦,૦૦૦/-ની લુંટ કરનાર ગેંગના એક સાગરીતને ઝડપી પાડતી એલસીબી ખેડા-નડીઆદ

SHARE

ડાકોર પો.સ્ટે હદ વિસ્તારમાં બનેલ સસ્તાભાવે ડોલર આપવાની લાલચ આપીને નકલી પોલીસ બની રૂ.૫,૦૦,૦૦૦/-ની લુંટ કરનાર ગેંગના એક સાગરીતને ઝડપી પાડતી એલસીબી ખેડા-નડીઆદ
ડાકોર પો.સ્ટે ફ.ગુ.ર.નં.૫૨/૧૯ ઇ.પી.કો કલમ ૩૯૫,૧૭૦ મુજબના કામે ડાકોર પો.સ્ટે હદના મંજીપુરા ગામ પાસે ફરીયાદીશ્રી માધુસિંહ પુંજરાજસિંહ દેવડા રહે.પલીના તા.લોહાવડ જી.જોધપુર (રાજસ્થાન) નાઓને આશરે આઠેક જેટલા ઇસમો પૈકી ચાર ઇસમોએ સફેદ ગાડીમાં આવી નકલી પોલીસ બની  ફરીયાદીના હાથમાંથી રૂ.૫,૦૦,૦૦૦/- ભરેલ બેગની લુંટ કરી તેમજ સાહેદ આશુસિંહને દંડાથી માર મારી રૂ.૫૦૦૦/- ભરેલ પર્સ કાઢી લઇ લુંટ કરી ગુનો કરેલ હોય જે ગુનો શોધી કાઢવા સારૂ પોલીસ અધિક્ષકશ્રી ખેડા-નડીયાદ નાઓએ સુચનાઆપેલ.આજ તા.૨૨/૦૭/૧૯ના રોજ શ્રી આર.કે.રાજપુત ઇ.પો.ઇન્સ. એલ.સી.બી. ખેડા-નડિયાદ તથા સ્ટાફના એ.એસ.આઇ વિજયસિંહ, અ.હેઙકો તુષારભાઇ, પો.કો.કનકસિંહ, પો.કો અર્જુનસિંહ, પો.કો.અનિરુદ્ધસિંહનાઓ નડીયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન શ્રી આર.કે.રાજપુત ઇ.પો.ઇન્સ  એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ઉક્ત ગુનાના કામના મુખ્ય આરોપી વિકાસભાઇ રમણભાઇ તળપદા રહે.ચલાલી વગડાનાને નડીયાદ શ્રીકૃષ્ણ હોસ્પીટલ પાસેથી ઝડપી પાડી ડાકોર પો.સ્ટે સોપવામાં આવેલ છે.
        સદરહું ગુનાના આરોપીને ઉક્ત ગુના બાબતે પુછતા પોતે ફરીયાદી સાથે ટેલીફોનથી વાતચીત કરી ફરીયાદીને સસ્તામાં ડોલર આપવાનું કહી ફરીયાદીને રૂ.૫,૦૦,૦૦૦/- લઇ બોલાવેલ દરમ્યાન ફરીયાદી તેમજ આરોપીઓ વચ્ચે રકઝક થતા આરોપીઓએ મંદિરે જવાનું બહાનું કાઢી મંદિરે જતા રસ્તામાં સહ આરોપીઓ નકલી પોલીસ બની ફરીયાદીના હાથમાંથી રૂ.૫,૦૦,૦૦૦/- ભરેલ બેગની લુંટ કરી તેમજ સાહેદ આશુસિંહને દંડાથી માર મારી રૂ.૫૦૦૦/- ભરેલ પર્સ કાઢી લઇ લુંટ કરી ગુનો કરેલ.  સદર ગુનાની વધુ તપાસ પો.સઇ.શ્રી ડાકોરનાઓ કરી રહેલ છે. અને સદર ગુનાના કામે અન્ય સાહ આરોપીઓને પકડવા કાર્યવાહી હાલ ચાલુમાં છે.

SHARE

Author: verified_user

0 comments: