Monday, 22 July 2019

રૂપિયા મેળવવાની લાલચમાં પોતાના પિતાનું ખૂન કરનાર સગા પુત્રને ઝડપી પાડતી એલસીબી ખેડા-નડીઆદ

SHARE

રૂપિયા મેળવવાની લાલચમાં પોતાના  પિતાનું ખૂન કરનાર
સગા પુત્રને ઝડપી પાડતી એલસીબી ખેડા-નડીઆદ

નડિયાદ -ગત તા.૧૨/૦૭/૨૦૧૯ની રાતના હરીયાળા ગામની સીમમાં પરબતસિંહ વનુભા વાઘેલાને  કોઇ અજાણ્યા ઇસમે માથામાં ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી મરણ જનારની લાશને ઢસેડી હરીયાળા ગામની સીમમાં આવેલ ખેતરના શેઢા ઉપર નાખી દિધેલ જે અંગે ખેડા ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૨/૨૦૧૯ ઇ.પી.કો.કલમ.૩૦૨,૨૦૧ મુજબનો  ગુનો અજાણ્યા ઇસમ વિરૂદ્ધમાં દાખલ કરવામા આવેલ આ અનડીટેકટ ખુનના ગુનાને શોધી કાઢવા સારૂ પોલીસ અધિક્ષકશ્રી ખેડા-નડીયાદ નાઓએ આપેલ સુચના મુજબ શ્રી આર.કે.રાજપુત ઇ.પો.ઇન્સ. એલ.સી.બી. ખેડા-નડિયાદ નાઓ તથા તાબાના સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા સદર ગુનાવાળી જગ્યાની વીઝીટ લઇ ગુનો શોધી કાઢવા જરૂરી પ્રયત્નો હાથ ધરવામા આવેલ. જેમા તપાસ દરમ્યાન બાતમીદારોથી માહિતી મેળવતાં મરનારપરબતસિંહ વનુભા વાઘેલા નાઓ મુળ વતન ગોધાવીના હોઇ અને તેઓના વતનમા તેઓની સહિયારી જમીન વેચેલ તેના પૈસા આવેલ જે પૈસા બાબતે મરનારના દિકરા ઘનશ્યામભાઇ નાઓ ઉપર શંકા જતાં તેઓને અત્રે એલ.સી.બી. ઓફીસે લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેઓ ભાંગી પડેલ અને જણાવેલ કે પોતે (ઘનશ્યામભાઇ) નોકરી કરતો હોય અને મરનાર પોતાના પિતા રોજ મોડી સાંજ સુધી ઘનશ્યામભાઇને ખેતરમા કામ માટે મોકલતા હોય અને અવાર નવાર કામકાજ બાબતે રકઝક કરી ઠપકો આપતાં હોય અને ઘનશ્યામભાઇએ  મરનાર પાસે પોતાના દિકરા દિકરીનુ ભવિષ્ય બને તે માટે બેન્કમા રૂપિયા પાંચ લાખ મુકવાપૈસા માંગતા મરનારે પૈસા આપેલ નહી અને પોતે સતત મહેનત મજુરી કરતો હોવાછતા મરનારે વેચેલ જમીનના આવેલ પૈસા નહી આપતા ઘનશ્યામભાઇએ કંટાળી આવેશમા આવી જઇ મરનાર ખેતરમા પાણી વાળતા હતા તેઓને ઘરે જઇ જમીને આવો તેમ કહેતા મરનાર ઘરે જમવા જવા માટે જતા હતા તે વખતે ખેતી કામ માટે રાખેલ લોખંડની નરાશ લઇ મરનાર પરબતસિંહ ને પાછળથી લોખંડની નરાશ માથામાં જોરથી મારી દીધેલ જેથી નીચે પડી જતા નરાસના બીજા બે ઘા માથામાં મારી મોત નિપવાજેલ. ત્યારબાદ પ્લાસ્ટીકના તારથી ગળે બાંધી ઢસડી થોડે દૂર ખેતરની પાળીની બાજુમાં લાશને મૂકી દિધેલા ની હકીકત જણાવતો હોય ઉક્ત ગુનાના કામે ઘનશ્યામભાઇ પરબતસિંહ વાઘેલા રહે, હરીયાળા, વિગલી સોસાયટી, નવી વાડીની પાસે, તા.જી. ખેડા નાને સીઆરપીસી ૪૧(૧) એ મુજબ અટક કરેલ.
                    આમ એલ.સી.બી. ખેડા-નડિયાદ નાઓ દ્દારા ગણતરીના દિવસોમાં પોતાના પિતાની હત્યા કરનાર દિકરા ને ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.આગળ ની વઘુ તપાસ પો.સબ.ઇન્સ. શ્રી એસ.એમ.પટણી ખેડા ટાઉન નાઓ ચલાવી રહેલ છે.        

SHARE

Author: verified_user

0 comments: